Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

હાઇવે સેકટર ફાળવણી બે ગણી કરાય તેવી સંભાવના

ઇન્ફ્રાસ્ટકચરને મજબુત કરવાનો મક્કમ ઇરાદો : ફંડ ઉપલબ્ધ કરાવાશે તો વહેલી તકે પરિણામ સેકટરમાં હાંસલ કરી શકાય છે તેવો આયોજકોનો સ્પષ્ટ અભિપ્રાય

નવી દિલ્હી,તા. ૨૬: કેન્દ્રિય નાણાંપ્રધાન અરૂણ જેટલી  ફેબ્રુઆરીમાં સામાન્ય બજેટ રજૂ કરવા જઇ રહ્યા છે ત્યારે તેમની સમક્ષ તમામ સામાન્ય લોકો અને ઉદ્યોગજગતને સંતુષ્ટ કરવાની મોટી જવાબદારી રહેશે. કેટલાક સેક્ટરને ફાવળણી વધારી દેવામાં આવનાર છે. જ્યારે કેટલાક સેક્ટરોની ફાળવણીમાં કાપ મુકવામાં આવી શકે છે. આગામી બજેટમાં ઇન્ફ્રાસ્ટચરને વેગ આપવાના ભાગરૂપે  હાઇવે સેક્ટરની ફાળવણીને બે ગણી કરવામાં આવી શકે છે. હાઇવે સેક્ટરની ફાળવણીને વધારીને નવી ઉંચી સપાટી પર લઇ જવામાં આવશે. આયોજકો પણ નક્કરપણે માને છે કે જો ફંડ સરળરીતે ઉપલબબ્ધ રહેશે તો આ સેક્ટરમાં ઝડપી પરિણામ હાંસલ કરી શકાશે. નરેન્દ્ર મોદી સરકાર વર્તમાન નાણાંકીય વર્ષમાં ૮૫૦૦ કિલોમીટરના તેના ટાર્ગેટના ૪૦૦૦ કિલોમીટરની આશરે કોન્ટ્રાક્ટ મેળવી ચુકી છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય વર્ષ ૨૦૧૬-૧૭ માટે બીજા ૮૫૦૦ કિલોમીટરના ટાર્ગેટ સાથે આગળ વધવા માટે ઇચ્છુક છે. હાઇવે સેક્ટરમાં ખાનગી રોકાણની સ્થિતી નબળી પડી રહી છે ત્યારે સરકાર ઝડપથી આગળ વધવા માટે ઇચ્છુક છે.

જો ફંડ સરળરીતે ઉપલબ્ધ બને તો આ સેક્ટર ઝડપથી આગળ વધી શકે છે. મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે જંગી ફાળવણી કરવા અમે અપીલ કરી ચુક્યા છીએ અને આશા છે કે નાણાં મળશે. માર્ગ પરિવહન પ્રધાન નિતિન ગડકરી માને છે કે  આગામી બે વર્ષ સુધી આ ટાર્ગેટને હાંસલ કરવા માટે સરકારને જંગી ફંડ આપવાની જરૂર રહેશે. સરકાર બજેટમાં ક્યા વિભાગને કેટલી ફાળવણી કરે છે  તે બાબત બજેટમાં નક્કી થશે. જો કે સામાજિક સેકટરને પણ જગી ફાળવણી કરવામાં આવનાર છે.

(4:32 pm IST)