Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

શપથ ગ્રહણ પ્રસંગે મહાનુભાવોનો મેળાવડોઃ સંતોના શુભાષિસ

નરેન્દ્રભાઇ, અમિતભાઇ, અડવાણી, રાજનાથસિંહ, યોગી આદિત્યનાથ, વસુંધરા રાજે, મનોહર પરિકર, રમણસિંઘ, ગડકરી, અનંતકુમાર, કેશુભાઇ, બાપુ, આનંદીબેન વગેરે હાજર

ગાંધીનગર તા. ર૬ :.. આજે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીના મંત્રી મંડળના શપથગ્રહણ પ્રસંગે રાજયભરના કાર્યકરો ઉપરાંત રાજકીય ઉદ્યોગ, સામાજિક અને ધાર્મિક ક્ષેત્રના ટોચના અગ્રણીઓ હાજર રહ્યા હતાં.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, ભાજપના પ્રમુખ અમિતભાઇ શાહ, કેન્દ્રીય મંત્રીઓ રાજનાથસિંહ, નીતિન ગડકરી, અનંતકુમાર, વિવિધ રાજયોના મુખ્યમંત્રીઓ યોગી આદિત્યનાથ (યુપી), મનોહર પારિકર (ગોવા), રમણસિંઘ (છત્તીસગઢ), વસુંધરા રાજે (રાજસ્થાન), સુશીલ મોદી (નાયબ મુખ્યમંત્રી બિહાર), પૂર્વ મુખ્યમંત્રીઓ કેશુભાઇ પટેલ, શંકરસિંહ વાઘેલા, આનંદીબેન પટેલ, જુદા જુદા સંપ્રદાયના સાધુ સંતો વગેરે હાજર રહ્યા હતાં. ચોમેર સજ્જડ બંદોબસ્ત ગોઠવાયો હતો.

(3:58 pm IST)