Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

માતા અને પત્નિ સાથેની કુલભૂષણ જાદવની મુલાકાત 'છેલ્લી' નથી, પાકિસ્તાનની જાહેરાત

કુલભૂષણ જાધવની માતા અને પત્ની સાથેની મુલાકાત બાદ પાકિસ્તાને ખૂબ દુખપૂર્ણ કહ્યું કેતેમની મુલાકાત છેલ્લી નથી. પાકિસ્તાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ડો.મોહમદ ફૈસલે બેઠકબાદ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે આ કોઈ છેલ્લી મુલાકાત નથી. તેમણે કહ્યુંકે આ એક માનવીય સંવેદનાને આધારની મુલાકાત હતી. આ કોઈ રાજદ્વારી સહાય નથી.ભારતીય ઉચ્ચાયુક્ત જેપી સિંહ પણ હાજર હતાં અને બેઠકને જોઈ શક્યા હતા.જાધવની વિનંતીબાદ બેઠકને ૧૦ મિનિટ વધારવામાં આવી. પરંતુ જાધવને મળવા દેવાની અનુમતિ ન આપવામાંઆવી. માનવીય આધારે થયેલી આ મુલાકાતમાં જાધવને તેમની માતા અને પત્ની સાથે સીધી રીતે ન મળવા દેવામાં આવ્યાં. તેમની વચ્ચે કાચની દિવાલ હતી અને ઈન્ટરકોમ દ્વારા વાત કરાવવામાં આવી.

(3:41 pm IST)