Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

'અમે જૂઠ મુકત ભારત ઈચ્છીએ છીએ' ભાજપના 'કોંગ્રેસ મુકત' સૂત્ર સામે દેશના સૌથી જૂના પક્ષ કોંગ્રેસનો જવાબ

ભાજપના કોંગ્રેસ મુક્ત ભારત સામે કોંગ્રેસેજૂઠ મુક્ત ભારતનો સૂત્રઆપ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ઉત્તરપ્રદેશનાઅધ્યક્ષ રાજ બબ્બરે એક નિવેદનમાં જણાવ્યું હતું. એમણે કહ્યું કે ધર્મના નામે હત્યાઓ અને હિંસાઓ થઈ રહી છે. હવે સમય પાકીગયો છે કે ભારતના લોકોને જણાવીએ કે મોદીનો "ન્યુ ઈન્ડિયા" ફક્ત જુઠ્ઠાણાઓ જ છે. ભારતને આવા જુઠ્ઠાણાઓથી મુક્તથવું છે. છેલ્લા કેટલાક વર્ષોથી લોકોને સરકાર છેતરી રહી છે. અમારા બધા જકાર્યકરો ભાજપને કેન્દ્ર અને રાજ્યોમાંથી દૂર કરવા પ્રયાસો કરી રહ્યા છે. ર૦૧૯ની લોકસભા ચૂંટણીઓ બાબતરાજ બબ્બરે જણાવ્યું કે મોદી માટે એચૂંટણીઓ પડકાર સાબિત થનાર છે.લોકોએ પોતાનું મન પાક્કુ કર્યું છે કે એમોદીને પાઠ ભણાવશે. એમણે કહ્યું કે સામાન્ય વ્યક્તિઓને હવે અનુભવ થઈરહ્યું છે કે ભાજપના નેતાઓ ફક્ત જુઠ્ઠાણા જ ચલાવે છે.

ઈન્દિરા ગાંધીને યાદ કરતા એમણે કહ્યુંકે એ જ એવા નેતા હતા જેમાં ગરીબોનીવ્હારે આવ્યા હતા અને ગરીબી હટાવોનોસૂત્ર આપ્યો હતો.હાલની સરકાર ફક્ત સમાજના એકજ વર્ગને સાચવી રહી છે. જે લોકોઅત્યધિક ધનિક છે એની કિંમત સરકારનેચૂકવવી જ પડશે.

(12:43 pm IST)