Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

બે ટકા ઓઇલ ઇકોનોમીનો લાભ

ઇન્ડીયન ઓઇલે ટ્રકો માટે ડિઝલ એન્જીન ઓઇલ રજુ કર્યુ

મુંબઇ, તા.૨૬: ગ્રાહકોને નાવિન્યપૂર્ણ પ્રોડકટસ ઓફર કરવાની પ્રતિબધ્ધતાનાં ભાગરૂપે ઈન્ડિયન ઓઈલે નેકસ્ટ જેન મોબિલીટી સર્વો પ્રાઈડ NXT  સિરીઝ લુબ્રિકન્ટસ – પ્રીમિયમ BS VI એન્જિન ઓઈલની રજૂઆત કરી છે. સર્વો પ્રાઈડ NXT લુબ્રિકન્ટસ ડિઝલ એન્જિન્સ માટે ઉચ્ચધિક સ્પેશીફીકેશનસ API CK 4ના અનુરૂપ છે. તેમજ અગાઉનાં ડિઝલ એન્જિન વર્ઝન્સ સાથે પ્ણ સુસંગત છે. ઈન્ડિયન ઓઇલનાં અત્યાધુનિક આર એન્ડ ડી સેન્ટરમાં ફોમ્ર્યુલેટ થયેલા આ ઓઈલ સુપીરીયર એન્જિન પરફોર્મન્સ આપે છે તેમજ લાંબા ગાળાની જરૂરિયાતો માટે બે ટકા સુધીનાં ફ્યુઅલ ઈકોનોમી બેનિફીટ્સ આપે છે. સર્વો પ્રાઈડ NXT સિરીઝ લુબ્રિકન્ટસ ત્રણ વેરિયન્ટસમાં ઉપ્લબ્ધ છે. સર્વો પ્રાઈડ NXT 10 WWW 30, સર્વો પ્રાઈડ NXT 10 W 40 અને સર્વો પ્રાઈડ NXT 15 W 40ના સમાવેશ થાય છે.ઈન્ડિયન ઓઈલનાં એકિઝકયુટિવ ડાયરેકટર (લ્યુવ્સ) શ્રી સુબિમલ મોડલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, સર્વો પ્રાઈડ ફહ્રવ્ શ્રેણીનાં લુબ્રીકન્ટસ ટ્રકસ માટે તૈયાર કરવામાં આવ્યા છે. આ લુબ્રિકન્ટસ BS VI એમિશન ધોરણોનું પાલન કરે છે અને પર્યાવરણ મિત્ર છે. ઈન્ડિયન ઓઈલની પર્યાવરણ અને તેની જાળવણીની ફિલસૂફીથી પ્રતિબધ્ધતાનાં ભાગરૂપે અમારા ગ્રાહકોને આ ઓફર કરવામાં આવી છે. ઈન્ડિયન ઓઈલ તેનાં વિશ્વકક્ષાનાં લુબ્રિકન્ટસનું  સુપરબ્રાન્ડ સર્વોનાં નામ નીચે વેચાણ કરે છે. સર્વો બ્રાન્ડ દેશની સૌથી વધુ વેચાતી અને વિશ્વસનીય બ્રાન્ડ છે.

(3:30 pm IST)
  • ઉત્તરાખંડ સરકારે રાજયમાં રેપીડ એન્ટીજન ટેસ્ટ માટે મહત્તમ ભાવ રૂ.૬૭૯ નક્કી કર્યા access_time 4:03 pm IST

  • મોડી રાત્રે કાશ્મીરના કેટલાક ભાગોમાં ધરતીકંપનો આંચકો અનુભવાયો. વધુ વિગત મેળવાય રહી છે. access_time 1:09 am IST

  • સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યુ કે હાલમાં સ્કૂલો શરૂ કરવાનો કોઈ વિચાર નથી : જલ્દીથી વેકસીન આવવાની છે. access_time 4:03 pm IST