Gujarati News

Gujarati News

News of Saturday, 26th October 2019

ગોવામાં પણ રેડ એલર્ટ જાહેર

કર્ણાટકમાં વાવાઝોડા 'કયાર'ના ટકોરાઃ ભારે વરસાદ-પવનથી વૃક્ષો-મકાનો પડી ગયા

મેંગલોર, તા., ર૬: ભારતીય હવામાન વિભાગે જણાવ્યું કે ચક્રવાત 'કયાર' ગઇ રાત્રે ૧૧.૩૦ વાગ્યે રત્નાગીરીની પશ્ચિમમાં લગભગ ર૦૦કિલોમીટર અને મુંબઇની દક્ષિણ પશ્ચિમે૩૧૦ કિલોમીટર દુર કેન્દ્રીત હતું  આગામીપાંચ દિવસમાં તે ઓમાનના કિનારા તરફ પશ્ચિમ-ઉતર પશ્ચિમ તરફ આગળ વધશે. તોફાનના કારણે ભારે વરસાદને ધ્યાનમાં રાખી પ્રવાસીઓને ર૭ ઓકટોબર સુધી ગોવામાં ન આવવા સલાહ આપવામાં આવી છે.

 

હવામાન વિભાગે ગુરૂવારે ગોવામાં રેડ એલર્ટજાહેર કરતા કહયું હતું કે અરબી સમુદ્રમાં ચક્રવાતનેકારણે બનેલા હળવાદબાણને લીધે આગામી દિવસોમાં ગોવામાં ભારેથી અતિ ભારે વરસાદપડી શકે છે. જયારે કર્ણાટકના કિનારાના વિસ્તારોમાંથી 'કયાર' વાવાઝોડુ પસાર થવાની અસર દક્ષિણ કન્નડ જિલ્લમાં જોવા મળી. ગુરૂવારે આખી રાત અને શુક્રવારે છુટો છવાયો વરસાદ થતો રહયો.

ભારે પવનના કારણે ઘણા વૃક્ષો પડી ગયા ઘણી જગ્યાએ મકાનને નુકશાન થયું.  હવામાન વિભાગે કહયુ કે તોફાનો હવે લગભગ ૧૯૦ કી.મી. દુર મહારાષ્ટ્રના રત્નાગીરીમાં પ્રવેશ્યું છે. પાલઘરના કલેકટર કૈલાસ શીંદેએ માછીમારોને સમુદ્રમાં ન જવાની સલાહ બહાર પાડી છે. જીલ્લા ફીશરીઝ વિભાગના અધિકારીઓએ કહયું કે સમુદ્રમાં ગયેલી ૧૪૧૧ બોટમાંથી ૧૩૭૮ બોટ પાછી આવી ચુકીછે.  જયારે બાકીની ૩૩ બોટને સુરક્ષા પાછી લાવવા પ્રયાસો થઇ રહયા છે.

(1:14 pm IST)