Gujarati News

Gujarati News

News of Saturday, 26th October 2019

અમને મત આપનારાઓને ધન્‍યવાદઃ ૧૧૦ માંથી ફકત ૧ ઉમેદવારની જીત પછી મહારાષ્‍ટ્ર નવ નિર્માણ સેનાની ટિપ્‍પણી

મહારાષ્‍ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ઉતારવાામં આવેલ ૧૧૦ માંથી ફકત ૧ ઉમેદવારની જીત પછી રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્‍ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ) એ ટવિટ કર્યુ છે અમોને મત આપનાર બધી માતાઓ, બહેનો અને ભાઇઓને ધન્‍યવાદ.

પાર્ટીને કુલ ર.રપ ટકા મત મળ્‍યા છે. અને તે ફકત એક સીટ કલ્‍યાણ ગ્રામીણની જીત્‍યા છે. તે બદલ પાર્ટીએ રાજુ પાટીલને બધાઇ આપી છે.

(12:00 am IST)