Gujarati News

Gujarati News

News of Saturday, 26th October 2019

પુરાતત્ત્વવિદોને 3000 વર્ષથી જમીનની નીચે દટાયેલી 30 શબપેટી મળી

19મી સદી બાદ પહેલીવાર આ પ્રકારની શબપેટી મળી : અંદર અને બહારથી રંગાયેલ તાબૂતના રંગ પણ ઝાંખા નથી પડ્યા

નવી દિલ્હી : પુરાતત્ત્વવિદોએ લૂક્સરના પ્રાચીન કબ્રસ્તાનમાં અનોખી શોધ કરી છે તેમને 3000 વર્ષ જુની શબપેટીઓ જોવા મળી હતી તેમનું કહેવું છે કે, 19મી સદી પછી પહેલી વાર આટલી મોટી માનવ શબપેટી મળી આવી છે. પુરાતત્ત્વવિદો ઇજિપ્તના દક્ષિણ શહેર લક્સરમાં અવારનવાર શોધ કરતા રહે છે, તે આ લોકો માટે ખજાના સમાન ગણાય છે. ઇજિપ્તના મમીનો અભ્યાસ કરનારા પુરાતત્ત્વવિદોને અહીં આવીને કંઈક ને કંઈક નવું જોવા-જાણવા મળી જ જાય છે.

 પુરાતત્ત્વવિદોએ હમણાં જે શોધ કરી છે તેની સરખામણી 1891માં આ જ પ્રકારના પાદરીઓના મમીની શોધ સાથે કરવામાં આવી રહી છે. અલ અસાસિફમાંથી મળી આવેલું બે માળનું કબ્રસ્તાન તો આજે દુર્લભ શોધમાંનું એક ગણાય છે. અહીં ખોદકામ દરમિયાન પુરાતત્ત્વવિદોએ આશરે 3000 વર્ષ જુની 30 શબપેટીઓ શોધી કાઢી છે, જેમાં પુજારીઓના મમી, તેમની પત્નીઓ અને બાળકોના મમીનો પણ સમાવેશ થાય છે.

 તેમને ઈસવીસન પૂર્વની 10મી સદીમાં 22મા ફારાઓ વંશના શાસનમાં દફનાવવામાં આવ્યા હતા. આ મમી મળ્યા બાદ હવે આગળ વધુ તપાસ કરવામાં આવી રહી છે. ઇજિપ્તના પુરાતત્ત્વવિદોને લક્સરના પ્રાચીન કબ્રસ્તાનમાં 3000 વર્ષ જુની શબપેટીઓ બતાવવામાં આવી હતી.

 આ પુરાતત્ત્વવિદોનું કહેવું છે કે, 19 મી સદી બાદ પહેલી વખત આ પ્રકારની વિશાળ માનવ શબપેટી મળી આવી છે. પુરાતત્ત્વવિદો તેને જોઈને ચોંકી ગયા હતા. તેઓ કહે છે કે, આ બધા રંગબેરંગી તાબૂત (શબપેટી) છે, સૌથી મોટા આશ્ચર્યની વાત એ છે કે, તેમના રંગ હજી પણ ઝાંખાં નથી પડ્યા

  પુરાતત્ત્વવિદોને જોવા મળ્યું હતું કે, જે શબપેટીઓ મળી છે તેમને અંદરથી અને બહારથી એમ બંને તરફથી રંગવામાં આવી છે. આ રંગ આજે પણ તાજા દેખાઈ રહ્યા છે, તેથી એવો પણ અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે, તે સમય દરમિયાન એવા મજબૂત રંગોની શૌધ થી ચીકી હતી, જે લાંબા સમય સુધી પોતાની ચમક ગુમાવતા નહોતા અને ચીજવસ્તુઓને લાંબા સમય સુધી સુરક્ષિત રાખતા હતા.

(12:22 am IST)