Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

નફરત ફેલાવવાના ઇરાદાથી ખોટા ન્યુઝ ફેલાવતા સામે સરકારની આકરી કાર્યવાહી:10 યુટ્યુબ ચેનલોના 45 વીડિયોને બ્લૉક કરાયા

ધાર્મિક સમુદાય વિરૂદ્ધ હિંસક ધમકી, ભારતમાં ગૃહ યુદ્ધની જાહેરાત. આવા વીડિયોમાં દેશમાં સાંપ્રદાયિક વૈમનસ્ય ઉબી કરવા અને સાર્વજનિક વ્યવસ્થાને ખોરવી નાખવાની પ્રવૃત્તિ સામે લાલઆંખ

નવી દિલ્હી :સૂચના અને પ્રસારણ મંત્રાલયે ખોટી જાણકારી ફેલાવનારી યૂ ટ્યુબ ચેનલો વિરૂદ્ધ કાર્યવાહી કરી છે. 10 ચેનલોના 45 વીડિયોને બ્લૉક કરી દેવામાં આવ્યા છે. સબંધિત વીડિયોને બ્લૉક કરવાનો આદેશ 23 સપ્ટેમ્બરે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (ઇન્ટરમીડિયેટ ગાઇડલાઇન્સ અને ડિજિટલ મીડિયા એથિક્સ કોડ) નિયમો 2021ની જોગવાઇ હેઠળ જાહેર કરવામાં આવ્યો હતો. બ્લૉક કરવામાં આવેલા વીડિયોને 1 કરોડ 30 લાખથી વધારે વખત જોવામાં આવ્યો હતો.

 

સામગ્રીમાં ધાર્મિક સમુદાયો વચ્ચે નફરત ફેલાવવાના ઇરાદાથી ફેલાવવામાં આવેલા ખોટા સમાચાર અને મૉર્ફ્ડ વીડિયો સામેલ હતા. ઉદાહરણમાં સામલે ખોટા દાવા જેવા કે સરકારે કેટલાક સમુદાયોના ધાર્મિક અધિકારોને છીનવી લીધા છે, ધાર્મિક સમુદાય વિરૂદ્ધ હિંસક ધમકી, ભારતમાં ગૃહ યુદ્ધની જાહેરાત. આવા વીડિયોમાં દેશમાં સાંપ્રદાયિક વૈમનસ્ય ઉબી કરવા અને સાર્વજનિક વ્યવસ્થાને ખોરવી નાખવાની ક્ષમતા હોવાનું જણાયું હતું.

 

મંત્રાલય દ્વારા બ્લૉક કરવામાં આવેલા કેટલાક વીડિયોનો ઉપયોગ અગ્નીપથ યોજના, ભારતીય સશસ્ત્ર દળ, ભારતના રાષ્ટ્રીય સુરક્ષા તંત્ર, કાશ્મીર વગેરે સબંધિત મુદ્દા પર દુષ્પ્રચાર ફેલાવવા માટે કરવામાં આવી રહ્યો હતો. સામગ્રીને રાષ્ટ્રીય સુરક્ષાના દ્રષ્ટિકોણ અને વિદેશી રાજ્યો સાથે ભારતના મૈત્રીપૂર્ણ સબંધને લઇને ખોટુ અને સંવેદનશીલ જોવા મળ્યુ હતુ.

 

કેટલાક વીડિયોમાં ભારતીય ક્ષેત્રની બહાર જમ્મુ કાશ્મીર અને લદ્દાખના કેટલાક ભાગ સાથે ભારતને ખોટી રીતે સરહદની બહાર દર્શાવવામાં આવ્યા છે. આ રીતના કાર્ટોગ્રાફિક ખોટા નિવેદનને ભારતની સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડતા માટે હાનિકારક હતા.

મંત્રાલય દ્વારા બ્લૉક કરવામાં આવેલી સામગ્રીને ભારતની સંપ્રભુતા અને અખંડતા, રાજ્યની સુરક્ષા, વિદેશી રાજ્ય સાથએ ભારતના મૈત્રીપૂર્ણ સબંધ અને દેશમાં સાર્વજનિક વ્યવસ્થા માટે હાનિકારક મળ્યા હતા. આ કારણ છે કે સામગ્રીને ઇન્ફર્મોશન ટેકનોલોજી અધિનિયમ, 2000ની કલમ 69એના દાયરામાં સામેલ કરવામાં આવી હતી.

 

(8:50 pm IST)