Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

ફિલિપાઈન્સમાં આવેલા પ્રચંડ 'ટાયફૂન નોરુ' વાવાઝોડામાં પાંચ બચાવકર્મીઓના મોત થયા: ભારે તોફાનના કારણે ફિલિપાઈન્સમાં લાખો ઘરોમાં પાણી ભરાઈ ગયા: વીજળી વિના જીવવા મજબૂર છે

 સાન મિગ્યુએલ જિલ્લામાં બચાવ કાર્યકરો અચાનક પૂરમાં માર્યા ગયા હતા.

 

 લુઝોન ટાપુ પર પવનના  તોફાનની ઝડપ ૨૪૦ કિલોમીટર પ્રતિ કલાક હતી.  આ ટાપુ પર ૧૧ કરોડથી વધુ વસ્તી રહે છે.  વાવાઝોડાના કારણે લોકો હજુ પણ પોતાના ઘરની છત પર ફસાયેલા છે.

 

 એક વ્યક્તિ પોતાના ઘરની છત પર ઉભો હતો અને બૂમો પાડી રહ્યો હતો કે દેશના નેતાઓએ ક્લાઈમેટ ચેન્જ પર ધ્યાન આપવાની જરૂર છે.

 

 લગભગ ૭૪ હજાર લોકોને બહાર કાઢવામાં આવ્યા છે.  સત્તાવાળાઓએ રાજધાની મનીલાના વિસ્તારોમાં પૂરની ચેતવણી જારી કરી છે, પરંતુ હજુ સુધી કોઈ મોટું નુકસાન થયું નથી.

(6:26 pm IST)