Gujarati News

Gujarati News

News of Sunday, 26th September 2021

મુંબઈની ભાયખલા જેલમાં કોરોના બ્લાસ્ટ: છેલ્લા 10 દિવસમાં છ બાળકો સહિત કુલ 39 લોકો કોરોનાથી સંક્રમિત

ચેપથી પીડાતા 39 માંથી 36 ને નજીકની પાટણવાલા સ્કૂલમાં આઇસોલેશનમાં રાખવામાં આવ્યા

મુંબઇ : મુંબઈની ભાયખલા જેલમાં કોરોના બ્લાસ્ટનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. છેલ્લા 10 દિવસમાં છ બાળકો સહિત કુલ 39 લોકો કોરોનાથી સંક્રમિત મળી આવ્યા છે. તમામ કોવિડ સંક્રમિતોને આઇસોલેશન સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, કુલ 120 સ્ટાફ અને કેદીઓનું કોરોના પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) ના અધિકારીએ જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન કુલ 120 કેદીઓની તપાસ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે ચેપથી પીડાતા 39 માંથી 36 ને નજીકની પાટણવાલા સ્કૂલમાં આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે અને તેમની સ્થિતિ સ્થિર છે.

અધિકારીએ જણાવ્યું હતું કે, એક ગર્ભવતી મહિલાને સાવચેતીના પગલા તરીકે જીટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

(11:56 am IST)