Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

IPL -2020 : દિલ્હી કેપિટલ્સનો 44 રનથી શાનદાર વિજય ચેન્નાઇ સુપર કિંગ્સનો પરાજય

દિલ્હીની સતત બીજી જીત થતા પર ટોચના સ્થાને પહોંચ્યું

મુંબઈ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 13મી સીઝનની 7 મી મેચ ત્રણ વખતની ચેમ્પિયન ટીન ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી. દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ આઈપીએલ મેચમાં દિલ્હી કેપિટલ્સએ ચેન્નાઈ સુપર કિંગ્સને પરાજીત કર્યું છે. દિલ્હીની આ સતત બીજી જીત છે. આ સાથે, દિલ્હી પોઇન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગયું છે દિલ્હી કેપિટલ્સના 176 રનના ટાર્ગેટનો પીછો કરતાં ચેન્નઇ  19 ઓવર પછી ચેન્નાઈ સુપર કિંગ્સે 5 વિકેટના નુકસાન પર 127 રન બનાવ્યા હતા. ધોની અને જાડેજા ક્રીઝ પર હતા. છેલ્લી ઓવરમાં ચેન્નાઈને 6 બોલમાં 49 રનની જરૂર હતી. પરંતુ 5 જ રન બનાવ્યા હતા અને 44 રને ચૈન્નાઈ હારી ગયું હતુ

આ પહેલાં દિલ્હી તરફથી ઓપનર બેટ્સમેન પૃથ્વી શો 64 અને રૂષભ પંત અણનમ 37 સૌથી વધુ રન બનાવ્યા. તો બીજી તરફ સીએસકે ટીમ તરફથી પીયૂષ ચાવલાએ બે વિકેટ લીધી. અત્રે ઉલ્લેખનીય છે આ મેચમાં ચેન્નઇની ટીમે ટોસ જીતીને પહેલાં બોલીંગ પસંદ કરી. હતી દિલ્હી કેપિતલ્સે શિમરોન હેટમાયરે સીએસકેના બેટ્સમેન ફેફ ડુ પ્લેસિસનો કેચ 22 રન પર છોડીને તેમને જીવનદાન આપ્યું.હતું
મુશ્કેલીમાં ફસાયેલી ચેન્નઇ સુપરકિંગ્સની હાલત અને ખરાબ થતી જાય છે. ટીમના બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડ 5 રન બનાવીને આઉટ થયા. હતા દિલ્હી કેપિટલ્સના બોલરે સીએસકેની સામે લગામ કસી લીધી છે, જેના હેઠળ ચેન્નઇની ટીમ પહેલી 9 ઓવરમાં 44-2નો સ્કોર બનાવી શકી હતી. ચેન્નઇ સુપર કિંગ્સની ટીમે પહેલી 6 ઓવરમાં ધીમી બેટીંગ કરતાં પાવરપ્લેમાં રન ઓફ બોલ હેઠળ 2 વિકેટના નુકસાન પર 34 રન બનાવ્યા. હતા

(12:00 am IST)
  • આતંકવાદ ,હથિયારોની ગેરકાયદે હેરાફેરી ,ડ્રગ્સ ,તથા મની લોન્ડરીંગ સહિતના મુદ્દે ભારત કાયમ અવાજ ઉઠાવશે : માનવતા, માનવ જાતિનું કલ્યાણ ,તથા માનવીય મૂલ્યોની હંમેશા રક્ષા કરીશું : વિશ્વના સૌથી મોટા વેક્સીન ઉત્પાદક દેશના પ્રાઈમ મિનિસ્ટરના નાતે હું જગતને આશ્વાસન આપવા માંગુ છું કે તમામ લોકોને આ વૈશ્વિક સંકટમાંથી બહાર કાઢવા માટે અમે સદાય તતપર રહીશું : ભારતની ફાર્મા ઇન્ડસ્ટ્રીઝે 150 થી વધુ દેશોમાં જીવન જરૂરી દવાઓ મોકલી છે : અમે" વસુધૈવ કુટુંબક્મ " ની ભાવનામાં માનીએ છીએ : સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું ઉધબોધન access_time 7:11 pm IST

  • દિલ્હીના 2 કરોડ નાગરિકોને કેજરીવાલ સરકારની મોટી ભેટ : હવેથી 24 કલાક પાણી મળશે : પાણી વિતરણ માટે બાબા આદમના વખતની ટેક્નોલોજીના સ્થાને અદ્યતન ટેક્નોલોજી અમલી બનાવાશે : પાણીની પાઈપ લાઈન ખોલવા માટે હેન્ડલ ઘુમાવવાને બદલે સેન્ટ્રલાઈઝડ સિસ્ટમ લાગુ કરાશે : કર્મચારી ઓફિસમાં બેઠા બેઠા રિમોટ કંટ્રોલથી કામગીરી સંભાળશે access_time 12:35 pm IST

  • દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને અશ્લીલ ગીત ગાઈ રહેલા બતાવતો " ફેક " વિડિઓ વાઇરલ : 12 ફેબ્રુઆરીના રોજ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં પોતાની પાર્ટી વિજેતા થતા અશ્લીલ ગીત ગાતા બતાવ્યા : દિલ્હી કોર્ટમાં દાવો દાખલ : મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે પશ્ચિમ વિહાર પોલીસને એફ.આઈ .આર.દાખલ કરી રિપોર્ટ આપવાનો આદેશ કર્યો access_time 7:45 pm IST