Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

સિમીત હોય તે સાધુ ન હોયઃ પૂ.મોરારીબાપુ

બધા જ ધર્મો સત્ય છે અને તેમાં પરમાત્મા પરમ સત્યઃ દલાઇ લામા : પૂ.રામદેવજી મહારાજ યોગને ગુફા અને ગ્રંથમાંથી ગ્રાઉન્ડમાં લાવ્યાઃ દિલ્હીમાં આયોજીત શ્રીરામ કથાનો ત્રીજો દિવસ

રાજકોટ, તા., ર૬: 'સિમીત હોય તે સાધુ ન હોય' તેમ પૂ.મોરારીબાપુએ નવી દિલ્હીમાં આયોજીત 'માનસ હરીજન' શ્રીરામ કથાના ત્રીજા દિવસે જણાવ્યું હતું.

શ્રી રામકથામાં ઉપસ્થિત યોગગુરૂ પૂ.રામદેવજી મહારાજના કાર્યોને બિરદાવતા પૂ.મોરારીબાપુએ કહયું કે પૂ.રામદેવજી મહારાજે યોગને ગુફા અને ગ્રંથમાંથી ગ્રાઉન્ડમાં લાવ્યા છે.

ગઇકાલે શ્રી રામ કથામાં દલાઇ લામાએ કહયું કે બે હજાર વરસથી આ દેશ બધા જ ધર્મોને સમાવીને બેઠો છે એ વિશ્વને પણ બતાવવાનો સમય આવી ગયો છે. ટાઇમ કમ ટુ શો ધ વર્લ્ડ વી કેન લીવ ટુગેધર, દલાઇ લામાએ જણાવ્યું કે મેં કયારેય નથી કહયું કે બુધ્ધિઝમ જ શ્રેષ્ઠ છે પણ બધા જ સરપંચોને અમદાવાદ, સુરત, વડોદરા અને મહેસાણા એમ ચાર ઝોનમાં વિભાજીત કરી ગાંધીજી સ્મૃતિને લગતા ઉત્પાદનો, ફાર્મા સ્ટેન્ટ, ગોઠણ માટેના ઇમ્પ્લાન્ટ અને એવા બીજા મેડીકલ સાધનો પરના ક્રમમાં ઘટાડો કરવામાં ધર્મો સત્ય છે અને એમાં પરમાત્મા પરમ સત્ય છે.

મૌલાના મુસ્તફા સાહેબે કહયું કે દરેક ધર્મોને પોતાના પુસ્તકો છે અને સમજી લઇએ તો તકરાર આતંકવાદનો પ્રશ્ન જ નથી. કુર્રાનમાં મુસ્લીમ મુસ્લમાં, મુસલેમાં એ અીરતે ૪પ જગ્યાએ શબ્દ વપરાયો છે પણ ઇન્સાન શબ્દ ૩૩૩ વાર વપરાયો છે. બહારની સફાઇ કરવા માટે તો ભારતનું તંત્ર બેઠુ છે પણ દિલોને સાફ કરવા માટે આ સતપુરૂષો છે. આપણા ખુબસુરત વતનની હિફાઝત અને કુરબાની માટે એક ઇંચ પણ પાછુ નહી હટીએ.

સ્વામી ચિદાનંદજીએ જણાવ્યું કે કુંભ મેળાથી જ આ પ્રકારની ગાંધી અંજલીનો વિચાર શરૂ થયો હતો. પુર્ણાહુતી નહિ પણ દરેક પોતપોતાની પુરી આહુતી આ યજ્ઞમાં આપવાની છે. મદરેસાઓ બધા જ ધર્મસ્થાનો ગુરૂકુળો વગેરેમાં એક-એક હજાર વૃક્ષોથી ફિઝા બદલે, હવા બદલે તેમ છે.

મૌલાના મદની સાહેબે સર્વે સુખીનઃ સન્તુ અને વસુધૈવ કુટુંબકમની વાત ઇસ્લામના ધર્મશાસ્ત્રમાં મુખ્ય આજ્ઞારૂપ હોવાનું કહી સરસ સુત્ર આપ્યું કે 'વતન કો ચમન બનાઓ'. પૂ.મોરારીબાપુએ કહયું કે કોઇ માને ન માને આ ભારત અખંડ  ભારત તરફ ગતી કરી રહયું છે. ભગવાધારી સાધુઓ માટે કહયું કે આ દેશનો રંગ છે, ભગવા કપડાની ઇજ્જત ખુબ છે મારા દેશનો ભેખ ભવ્ય છે.

(3:37 pm IST)