Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

નરેન્દ્રભાઇ - રૂહાની વચ્ચે મુલાકાતઃ અનેક મુદે ચર્ચા

મોદીનો આજે અતિવ્યસ્ત કાર્યક્રમઃ અમેરીકી પ્રતિબંધો વચ્ચે ઇરાની રાષ્ટ્રપતિને મળશે : એસ્તોનીયા, ન્યુઝીલેન્ડ, સાઇપ્રેસ, ગ્રીસ, આર્મેનિયાના વડાઓ સાથે પણ મુલાકાત યોજાશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્રભાઇનો અમેરીકા પ્રવાસ અંતિમ ચરણમાં છે. આજે મોદી ઇરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાની સાથે મુલાકાત કરનાર છે. અમેરીકી પ્રતિનિધિ  વચ્ચે બંને નેતાઓની મુલાકાત અહમ છે. આ સિવાય નરેન્દ્રભાઇ આજે સાઇપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ અનાસ્તીદેસ અને ગ્રીસના વડાપ્રધાન કયારીકોસ મિત્યોટાકિસને પણ મળવાના છે.

 આજે ખુબ જ વ્યસ્ત કાર્યક્રમમાં નરેન્દ્રભાઇ ન્યુયોર્કમાં સૌપ્રથમ એસ્તોનિયાના રાષ્ટ્રપતિ ક્રિસ્ટી કાલીજુલેન્ડ સાથે મુલાકાત કરશે. ત્યારબાદ ન્યુઝીલેન્ડના વડાપ્રધાન જેસીડા ઓડર્નની મુલાકાત કરી આર્મેનિયાના પીએમ નિકોલ પાશિયાનને મળશે.

નરેન્દ્રભાઇ અને રૂહાનીની મુલાકાત ઇરાન અને અમેરીકાના ચરમ સીમાના તણાવ વચ્ચે થઇ રહી છે. અમેરીકા ઇરાન  ઉપર અનેક પ્રતિબંધો લગાડયા છે. જયારે છેલ્લા થોડા સમયમાં ભારત-અમેરીકા વચ્ચે સંબધો ખુબ જ સારા બન્યા છે. ભારત-ઇરાન વચ્ચેની મુલાકાતમાં  આતંકવાદ સહિતના મુદે ચર્ચાની સંભાવના છે.

(3:23 pm IST)