Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

લોકો મોટી સ્ક્રીનના સ્માર્ટ ટીવી પસંદ કરે છે

સેમસંગ ૩ર ઇંચથી નાની સ્ક્રીનના ટીવીનું વેંચાણ બંધ કરશેઃ પુલ્લન

નવી દિલ્હી તા. ર૬ :.. કોરિયાની ઇલેકટ્રોનિકસ કંપની સેમસંગે ભારતમાં એન્ટ્રી-લેવલનાં ટીવી મોડલ્સનું વેચાણ બંધ કરવાનો નિર્ણય લીધો છે. કંપનીએ ૩ર ઇંચથી નાના કદની સ્ક્રીન ધરાવતા સેગમેન્ટમાંથી નીકળી જવાનું નકકી કર્યુ છે કારણ કે, પ્રથમવાર ટીવી ખરીદનારા ગ્રાહકો પણ હવે મોટી સ્ક્રીન પસંદ કરે છે એમ સેમસંગ ઇન્ડિયાના સીનીયર વાઇસ પ્રેસિડન્ટ (કન્ઝયુમર ઇલેકટ્રોનિકસ બિઝનેસ) રાજૂ પુલ્લને કહયું હતું.

સેમસંગ અત્યારે ભારતમાં ૩ર ઇંચથી નાની સ્ક્રીન ધરાવતાં ટીવીની વર્તમાન ઇન્વેસ્ટરીનું જ વેચાણ કરી રહી છે અને તે વેચાઇ ગયા બાદ આ સેગમેન્ટમાંથી નીકળી જશે એમ જણાવીને પુલ્લને કહયું હતું કે, 'ગ્રાહકો હવે સ્માર્ટ ટીવીને પ્રાધાન્ય આપે છે અને આ તમામ ટીવી ૩ર ઇંચથી મોટા હોય છે. સસ્તા અને ઝડપી બ્રોડબેન્ડ ઇન્ટરનેટને કારણે ગ્રાહકો સ્માર્ટ ટીવી તરફ આકર્ષાઇ રહ્યા છે. અમે ૩ર ઇંચના ટીવી સેગમેન્ટમાં અમારૃં સ્થાન મજબુત કર્યુ છે.'

જો કે, પુલ્લને કહયું હતું કે, ૩ર ઇંચના ટીવી સેગમેન્ટમાં સેમસંગનો બજાર હિસ્સો ઘટયો નથી અને કંપની ૩ર ઇંચથી લઇને ૯૮ ઇંચના સ્ક્રીન સાઇઝના ટીવી સેગમેન્ટમાં 'પ્રાઇસ વોરિયર' બનવાનો ઇરાદો ધરાવે છે. 'અમારું મુખ્ય ફોફસ પપ ઇંચના ટીવી અને તેનાથી મોટી સાઇઝના ટીવી પર છે.અમે પ્રીમીયમ અલ્ટ્રા-એચડી અને કયુએલઇડી મોડલ્સ પર ધ્યાન કેન્દ્રિત કર્યુ છે અને આ બંને મોડલ્સના વેચાણમાં ગયા વર્ષ કરતાં ત્રણ ગણું વેચાણ કરવાની યોજના છે.' એમ પુલ્લને ઉમેર્યુ હતું.

(11:23 am IST)