Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

૩પ વર્ષથી ચાલુ બેકાબુ જંગ જે સિયાચીન હિમખંડ પર છે ત્યાં હવે પ્રવાસીઓ ઘુમશે

દુનિયાના સૌથી ઉંચા યુદ્ધસ્થળ સિયાચીન હિમખંડ પર પર્યટકોને ઘુમાવવાની તૈયારીઓ ચાલી રહી છે. આ વિશે એક કડવું સત્ય એ છે કે આ યુદ્ધસ્થળ પર ૧૩ એપ્રિલ ર૦૧૯ ના રોજ ૩પ વર્ષ થયા ભારત-પાકીસ્તાની સેનાઓ બેકાબુ જંગ થયો છે. આ વિશ્વનું સૌથી વધુ ઉંચાઇ પર આવેલ યુદ્ધ સ્થળ જ નહી પણ સૌથી વધારે ખર્ર્ચીલું યુદ્ધમેદાન પણ છે. ચિંતિત ભારત સરકારે ત્યારે ૧૩ એપ્રીલ ૧૯૮૪ ના રોજ ઓપરેશન મેઘદુતનો આરંભ કરી  પાક સેનાને આ હિમખંડથી પાછળ ધકેલવાના અભીયાનનો આરંભ કર્યાે હતો. આ હિમખંડ પર કબજો કરી નુબ્રાઘાટી સાથે જ લદાખ પર કબજો કરવાનો હતો.

ઓપરેશન મેઘદૂત અનોખું સૈન્ય અભિયાન હતુ દુનિયાના સૌથી મોટા યુદ્ધ ક્ષેત્રમા઼ પહેલીવાર હુમલો થયો. ભારતીય સૈનિકોએ આખા સિયાચીન પર નિયંત્રણ કરી લીધુ હતુ.

આ વિજય ભારતીય સેનાનું શૌર્ય, નાયકત્વ, સાહસ અને ત્યાગની મીસાઇલ છે.  વિશ્વના સૌથી ઉંચા અને ઠંડા આ રણ વિસ્તારમાં આજે પણ ભારતીય સૈનિકો દેશની રક્ષા કરે છે.

(8:26 am IST)