Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

જમી રહેલા પરિવાર પર સીલિંગ ફેન પડ્યો : વિડિયો વાઇરલ

નવી દિલ્હી,તા. ૨૬: યુ-ટ્યુબ પર એક વિડિયો વાઇરલ થયો છે જેમાં વિયેટનામમાં રાત્રિ ભોજન કરી રહેલા છ જણના પરિવાર પર અચાનક સીલિંગ ફેન પડ્યો હતો. જોકે સદ્નસીબે કોઈને ઈજા પહોંચી નહોતી.

એક મિનિટની આ વિડિયો કિલપમાં છ જણનો પરિવાર ઘરના લિવિંગ રૂમમાં મેટ પર એકસાથે બેસીને ભોજન કરી રહ્યો હતો. પિતાની બાજુમાં બેઠેલા દીકરાએ ઉત્સુકતાથી અને અજાણતાં છત તરફ જોયું અને ત્યાર પછી બીજી જ સેકન્ડે સીલિંગ ફેન તેની અને તેના પિતાની વચ્ચે પડ્યો. પંખાની એક બ્લેડ બાળકના બે પગ વચ્ચે પડી હોવાથી માતાએ તરત જ ઊભા થઈ દોડી આવીને બાળકને તપાસ્યો હતો. જોકે આ દ્યટનામાં કોઈને વાગ્યું નહોતું.

અત્યાર સુધીમાં આ કિલપને ૩૦,૦૦૦ વ્યુઝ મળ્યા છે. નેટિઝન્સે આ ઘટનાને ચમત્કાર સાથે સરખાવી છે.

(10:18 am IST)