Gujarati News

Gujarati News

News of Sunday, 26th July 2020

લંડનમાં એક યુવાન નગ્નવસ્થામાં હોવા છતાં ગુપ્તાંગ પર માસ્ક લગાવી રસ્તા ઉપર ફરતા આશ્ચર્ય : કેટલાક લોકોએ તેનો વીડીયો પણ ઉતાર્યો

યુવકને આવી રીતે ફરવાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી

લંડનઃ સેન્ટ્રલ લંડન ની એક ખૂબ જ લોકપ્રિય શોપિંગ ગલી પર શુક્રવારની સાંજે એક વ્યક્તિ કોઇ પણ પ્રકારનાં ઉદ્દેશ્ય વગર લગભગ સંપૂર્ણ નગ્ન અવસ્થામાં ફરતો જોવા મળ્યો.

આ વ્યક્તિએ પોતાની નગ્નતા છુપાવવાનાં નામે પોતાનાં પ્રાઇવેટ પાર્ટને માસ્ક (Face Mask Wore at Private Part) થી ઢાંકી દીધો હતો. ત્યાંથી પસાર થઇ રહેલા લોકો તે વ્યક્તિને જોઇ આશ્ચર્યચકિત થઇ ગયા હતાં અને સાથે સાથે તેની પર હસી પણ રહ્યાં હતાં. વ્યક્તિએ પ્રાઈવેટ પાર્ટ પર આછા વાદળી રંગનું માસ્ક પહેર્યું

આ વ્યક્તિ ઓક્સફોર્ડ સ્ટ્રીટ પર નિર્લિપ્ત ભાવથી આમ-તેમ સમય ઘણાં સમય સુધી ફરતો રહ્યો. તેણે પોતાનાં પ્રાઈવેટ પાર્ટ પર આછા વાદળી રંગનું માસ્ક પહેર્યું હતું. ત્યાં હાજર કેટલાંક લોકો પોતાનાં મોબાઈલથી તેની તસવીર અને વીડિયો લેતા પણ જોવા મળ્યાં. જો કે હજી સુધી એ જાણકારી નથી મળી શકી કે તે વ્યક્તિ આખરે કેમ આ રીતે નગ્ન થઈ ફરતો હતો. જો કે, શુક્રવારથી દુકાનોમાં માસ્ક પહેરીને જ પ્રવેશ કરવાની મંજૂરી આપવામાં આવી છે.

કોરોના વાયરસ કાનને નુકશાન પહોંચાડી શકે છે

કોરોના વાયરસનું સંક્રમણ ઓછું થવાનું નામ જ નથી લઈ રહ્યો. વાયરસનાં સંક્રમણની અલગ-અલગ રીતો સામે આવી રહી છે. તાજેતરમાં જ એક રિસર્ચમાં જાણવા મળ્યું કે, “આ વાયરસ કાનને પણ નુકશાન પહોંચાડી શકે છે. મેડિકલ જર્નલ જામા ઓટોલરીંગોલોજીનાં એક રિસર્ચમાં સામે આવ્યું કે કોરોના વાયરસ માત્ર નાક, ગળા અને ફેફસાંને જ નહીં પરંતુ કાનને પણ સંક્રમિત કરી શકે છે. તેમાં કાનનાં પાછળનાં હાડકાંને નુકશાન પહોંચી શકે છે.

કાનનાં સંક્રમણથી ત્રણ લોકોનાં મોત થઈ ચુક્યાં છે

મેડિકલ જર્નલ જામા ઓટોલરીંગોલોજીમાં છપાયેલી આ સ્ટડીમાં ત્રણ એવા દર્દીની વાત કરવામાં આવી છે કે જેમનાં કોરોના વાયરસનાં સંક્રમણથી મોત થયાં છે. આ ત્રણમાંથી એક 60 વર્ષનાં અને બીજા 80 વર્ષના હતાં. આ બે દર્દીઓનાં કાનની પાછળનાં હાડકામાં કોરોના ઈન્ફેક્શન મળી આવ્યું હતું.

જૉન હોપકિન્સ સ્કૂલ ઓફ મેડિસિન કીએ જણાવ્યું કે, “આ રિસર્ચ બાદ કોરોના વાયરસનાં લક્ષણવાળા લોકોનાં હવે કાન પણ ચેક કરવામાં આવ્યાં. 80 વર્ષનાં જે દર્દી હતાં તેમના માત્ર જમણા કાન વચ્ચેથી વાયરસ મળી આવ્યો હતો. જ્યારે 60 વર્ષિય વ્યક્તિનાં ડાબા અને જમણાં માસ્ટૉયડમાં અને તેમનાં ડાબા અને જમણાં કાનની મધ્યમાં વાયરસ હતો.

(4:16 pm IST)