Gujarati News

Gujarati News

News of Sunday, 26th July 2020

અનલોક-૩માં થિયેટર ખુલવાની શક્યતા, મેટ્રો-સ્કૂલ બંધ જ રખાશે

વિવિધ રાજ્યોમાં અનેક વધારાની છૂટછાટો મળી શકે : કોરોના વધતા સંક્રમણને રોકવા માટે માર્ચ માસમાં સમગ્ર દેશમાં લૉકડાઉન લાગુ કરાયું હતું જે જૂન સુધી ચાલ્યું

નવી દિલ્હી, તા. ૨૬ : અનલૉક-૩ માટે એસઓપી બનાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે. ૩૧ જુલાઈએ અનલૉક-૨ પૂર્ણ થઈ રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અનલૉક-૩માં સોશ્યલ ડિસ્ટન્સિંગની સાથે સિનેમા હૉલ ખોલવામાં આવી શકે છે. માહિતી પ્રસારણ મંત્રાલયે આ સંબંધમાં ગૃહ મંત્રાલયને એક પ્રસ્તાવ મોકલ્યો છે. જેમાં એક ઓગસ્ટથી થિયેટર ખોલવાની વાત કહેવામાં આવી છે. અગાઉ માહિતી પ્રસારણ મંત્રાલય અને થિયેટર માલિકોની વચ્ચે કેટલીય બેઠકો થઈ હતી. જે બાદ સિનેમા હૉલ માલિક, ૫૦ ટકા દર્શકોની સાથે થિયેટર શરૂ કરવા તૈયાર થઈ ગયા છે. જોકે મંત્રાલય ઈચ્છે છે કે શરૂઆતમાં ૨૫ ટકા બેઠકો સાથે થિયેટર ખોલવામાં આવે અને નિયમોના કડકાઈથી પાલન થાય. એટલું જ નહીં અનલૉક-૩માં થિયેટર હોલની સાથે જિમ પણ ખોલવામાં આવી શકે છે.

            સૂત્રોના અનુસાર અત્યારે સ્કૂલ અને મેટ્રો ખોલવા પર વિચાર કરાયો નથી. ત્યાં રાજ્યો માટે પણ અનલૉક ૩માં કેટલીક છૂટછાટ આપવામાં આવી શકે છે. કોરોના વધતા સંક્રમણને રોકવા માટે માર્ચ મહિનામાં સમગ્ર દેશમાં લૉકડાઉન લાગુ કરાયું હતું. જે જૂન મહિના સુધી ચાલ્યું. ૩૦ જૂને અનલૉક ૧ હેઠળ કોરોના સંકટના કારણે લાગુ કરાયેલા લૉકડાઉનમાં છુટછાટ આપવામાં આવી હતી. જેમાં આર્થિક પ્રતિબંધોને હટાવાયા હતા. જે બાદ એક જુલાઈથી અનલૉક-૨ શરૂ થયુ. જે ૩૧ જુલાઈ ખતમ થવા જઈ રહ્યું છે. આ પહેલા અનલૉક-૩ને લઈને વિચાર વિમર્શ ચાલુ છે. અગાઉ માનવામાં આવતુ હતુ કે આ વખતે સ્કુલ-કોલેજ ખોલવા પર વિચાર કરવામાં આવી રહ્યુ છે પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં જે ઝડપથી દેશમાં કોરોનાના કેસ વધતા જઈ રહ્યા છે. તેને લઈને સરકાર પણ ચિતિંત છે. તેથી હાલ સ્કુલ-કોલેજ પર લાગુ પ્રતિબંધ જારી રહી શકે છે. જોકે જિમને લઈને કહેવામાં આવી રહ્યો છે કે કડક શરત સાથે આને ખોલવામાં આવી શકે છે. જોકે જિમને લઈને કહેવામાં આવી રહ્યો છે કે કડક શરત સાથે આને ખોલવામાં આવી શકે છે.

(7:25 pm IST)