Gujarati News

Gujarati News

News of Sunday, 26th July 2020

શાહરુખ ખાનની દેશભક્તિ પર સવાલ ઉઠાવવાનું અર્નબ ગૌસ્વામીને ભારે પડ્યુ

અંગ્રેજી ન્યૂઝ ચેનલના સંસ્થાપક સામે સોશિયલ મીડિયા પર ફેન્સનો મારો

નવી દિલ્હી, તા. ૨૬ : અંગ્રેજી સમાચાર ચેનલ રિપબ્લિક ટીવીના વિવાદાસ્પદ એક્નર અને સંસ્થાપક અર્નબ ગૌસ્વામી ને શાહરુખની દેશભક્તિ સામે સવાલ ઉઠવવાનું ભારે રહ્યું છે. તેઓ એક વખત ફરી સોશિયલ મીડિયા યુઝર્સના નિશાન પર આવી ગયા. લોકો તેમને જોરદાર રીતે ટ્રોલ કરી રહ્યા છે. આ વખતે અર્નબ બોલીવૂડ બાદશાહ શાહરુખ ખાનના ફેન્સનો ટાર્ગેટ બન્યા છે. અર્નબ સામે અભિનેતાના ફેન્સનો ગુસ્સો એટલી હદે ફૂટી ગયો છે કે ટ્વીટર પર 'ઈંદેશદ્રોહી દલ્લા અર્નબલ્લ ટ્રન્ડ કરી રહ્યું છે. શાહરુખના પ્રસંશકોએ અર્નબને દેશદ્રોહી દલાલ અર્નબ ('્ટ્ઠિૈંર્િ ૅૈદ્બૅ છહિટ્ઠહ્વ') કહીને સંબોધી રહ્યાછે.

વાસ્તવમાં અર્નબ ગૌસ્વામીએ પોતાની ચેનલ પર એક ડિબેટ શોનું એક્નરિંગ કર્યું હતું. જેમાં સુશાંત સિંહ રાજપુતના મોત બાદ શાહરુખ ખાનની દેશભક્તિ પર સવાલ ઉઠાવ્યો હતો. અર્નબે શાહરુખ પર કથિત ISI સમર્થક, ટોની અશઇની સાથે વેપારી સંબંધ રાખવાનો આરોપ મૂક્યો હતો. ત્યાર બાદથી જ અર્નબ શાહરુખના નિશાન પર છે. શુક્રવાર સવારથી ટ્વીટર હિન્દી પર હૈશટૈગ '#દેશદ્રોહી દલ્લા અર્નબ' ટ્રેન્ડ કરી રહ્યું છે.

અર્નબે તાજેતરની ડિબેટમાં શાહરુખ પર પ્રહારો કરતા કહ્યું હતું કે, "તેમનું નામ ટોની આશઈ છે, તેઓ કહે છે, પરંતુ તેમનું સાચુ નામ અઝીઝ આશઈ છે. શાહરુખ ખાન અને અઝીઝ, જે એક ISI સમર્થક, આતંકવાદી સમર્થક છે, તેમની સાથે તેમના કથિત વેપારી સંબંધો છે. તે સંયુક્ત રાજ્યમાં આધારિત છે. જો વેપારી સોદા અને વ્યવસાયિક સંબંધ ન હોય તો શાહરુખે આવા વેપારી સંબંધો અંગે ઇનકાર કરતું એક નિવેદન આપવું જોઇએ."

અર્નબે પૂછ્યું કે, શું શાહરુખ ખાન માટે આશા સાથે વેપારિક સોદા કરવાનું યોગ્ય છે. તેણે પુછ્યું કે " શું અમેરિકા અલકાયદાનું સમર્થક કરનારા એક એમેરિકી અભિનેતા સાથે કામ કરવાનું સ્વીકારશે ?

ટોની અશાઈએ પાછળથી જાહેર નિવેદન આપ્યું જેમાં તેણે પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા ISI સાથે સંબંધને ઇનકાર કર્યો. તેણે લખ્યું કે, "આ છેલ્લુ નિવેદન છે, જેમાં કેટલાક ભારતીય મીડિયા મારા પર ISI એજન્ટ, જેકેએલએફના સભ્ય હોવા અને કાશ્મીરમાં હિંસા ભડકાવવાનો આરોપ મૂકી રહ્યા છે. મેં મારા જીવનમાં પાકિસ્તાની આર્મી કે ISI માંથી કોઈની સાથે ક્યારેય મુલાકાત કરી નથી અને કોઈપણ એજન્સી માટે કામ કરી રહ્યો નથી."

(11:24 am IST)