Gujarati News

Gujarati News

News of Sunday, 26th July 2020

છત્તીસગઢમાં ગાયોને નાની ઓરડીમાં બંધ કરી દીધી : શ્વાસ રૂંધાઇ જતા 43 ગાયોના કરૂણમોત

મુખ્યમંત્રી ભૂપેશ બધેલે આપ્યા તપાસના આદેશ

છત્તીસગઢના બિલાસપુરમાં 43 ગાયોનાં મોતથી ચકચાર જાગી છે.તખતપુરના મેદાપર ગામમાં એક નાનકડી ઓરડીમાં 60 ગાયોને  બંધ કરી દોવાઇ હતી. જેમાંથી 43 શ્વાસ રુંધાઇ જવાથી મૃત્યુ પામી. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલએ કડક તપાસના આદેશ આપ્યા છે.

બિલાસપરુના જિલ્લા કલેકટર સારાંશ મિત્તરે શનિવારે જણાવ્યું કે,જિલ્લાના તખતપુર વિકાસ મંડળ હોઠળના મેદાપર ગ્રામ પંચાયતમાં ગાયોનાં મોત અંગે માહિતી મળી. જેમાં જણાયું કે ગામના જુના પંચાયત ભવનની ઓરડીમાં 60 ગાયો બંધ રખાઇ હતી. જ્યારે ત્યાં દુર્ગંધ ફેલાઇ તો ગ્રામજનોએ તેની માહિતી સ્થાનિક અધિકારીઓને આપી હતી.

અધિકારીઓ તરફથી જાણકારી મળ્યા બાદ પશુ ચિકિત્સક સાથે સ્થાનિક અધિકારી ત્યાં પહેંચ્યા તો 60માંથી 43 ગાય મૃત હાલતમાં મળી હતી. કલેક્ટર મિત્તર મુજબ ગાયોના પોસ્ટમાર્ટમાં જણાયું કે તેમના મોત શ્વાસ રુંધાઇ જવાથી થયા. હજુ 17 ગાયોની સ્થિતિ સ્થિર છે. પોસ્ટમાર્ટ બાદ ગાયોના શબને દફનાવી દેવાયા.

કલેક્ટરે જણાવ્યું કે જિલ્લા તંત્રે મામલાની તપાસ શરૂ કરી દીધી છે. કારણ કે ગાયોને એક ઓરડીમાં બંધ કરાઇ હતી. પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે પશુ ક્રૂરતા નિવારણ કાયદા અને આઇપીસીની કલમ 429 (હત્યા કે પશુઓની હત્યાનું કાવતરું )ની જોગવાઇઓ મુજબ કેસ દાખલ કર્યો છે.

(10:31 am IST)