Gujarati News

Gujarati News

News of Sunday, 26th July 2020

દેશને લુંટનારા લોકો જ સબસિડીને નફો ગણાવી શકે

રેલવે મંત્રી પીયૂષ ગોયલનો પલટવાર

 નવી દિલ્હી, તા. ૨૫ : દેશમાં કોરોના વાયરસને પગલે લાગુ કરાયેલા લોકડાઉનમાં રેલવે દ્વારા દોડાવવામાં આવેલી શ્રમિક સ્પેશ્યલ ટ્રેનોમાંથી સરકારે કમાણી કરી હોવાના મામલે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને રેલવે મંત્રી પીયૂષ ગોયલ આમને-સામને આવી ગયા છે.

રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને રેલવેએ દોડાવેલી શ્રમિક ટ્રેનથી ગરીબોના ખિસ્સામાંથી કમાણી કરી હોવાનો આક્ષેપ કરતા મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. આના જવાબમાં હવે રેલવે મંત્રી પીયૂષ ગોયલે પણ રાહુલ ગાંધીને જવાબ આપતા પલટવાર કર્યો છે. પીયૂષ ગોયલે રાહુલ ગાંધીની ટ્વીટનો વળતો જવાબ આપતા કહ્યું કે, દેશને લૂંટનારા લોકો સબસિડીને નફો ગણાવી શકે છે. રેલવેએ રાજ્ય સરકાર પાસેથી લીધેલી રકમ કરતા રેલવેએ અનેક ગણી વધુ રકમ સ્પેશ્યલ ટ્રેનો દોડાવવા પાછળ ખર્ચ કરી છે. હવે લોકો પૂછી રહ્યા છે કે સોનિયા ગાંધીએ શ્રમિકોને વતન જવા ટિકિટના પૈસા આપવાની વાત કરી હતી તેનું શું થયું?

(12:00 am IST)