Gujarati News

Gujarati News

News of Sunday, 26th July 2020

ભારત કોરોનાથી સૌથી ઓછો મૃત્યુદર ધરાવતા દેશોમાં એક

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીનો દાવો : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વ્યક્તિગત રીતે કોરોના વાયરસની પરિસ્થિતિની સમીક્ષા કરી છે : સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન

 નવી દિલ્હી, તા. ૨૫ : કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યું કે ભારત દુનિયામાં કોરોના વાયરસના સૌથી ઓછું સંક્રમણ અને મૃત્યુદર ધરાવતા દેશોમાંથી એક છે તેમજ ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોમાંથી સ્વસ્થ થનારા લોકોનો દર ૬૩.૪૫ ટકા છે જ્યારે મૃત્યુદર . ટકા છે. તેમણે દુનિયાભરમાં કોરોના વાયરસને કારણે મોતને ભેટેલા લોકો માટે દુઃખ વ્યક્ત કર્યું છે.

શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ)માં સામેલ દેશોના સ્વાસ્થ્ય મંત્રીઓની ડિજિટલ બેઠકને સંબોધિત કરતા ડો. હર્ષવર્ધને કહ્યું કે પ્રદતિ દસ લાખની વસતી પર ૮૬૪ કેસ નોંધાતા ૨૧થી ઓછા દર્દીઓના મૃત્યુની સાથે ભારત દુનિયામાં કોરોના વાયરસથી સૌથી ઓછુ સંક્રમણ અને મૃત્યુદર ધરાવતા દેશોમાંથી એક છે.

સ્વાસ્થ્ય મંત્રીએ દરમિયાન વાત પર ભાર મુક્યો કેકેવી રીતે જીવલેણ વાયરસની મહામારી દરમિયાન સામાન્ય લોકોની રોગપ્રતિકારક ક્ષમતાને વધારવા માટે ભારતીય પારંપારિક સારવાર પદ્ધતિએ પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેમણે બેઠક દરમિયાન પારંપરિક ચિકિત્સા પર એક નવા પેટા જૂથની સ્થાપનાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે.

કોરોના વાયરસની મહામારીને કાબુમાં લેવા માટે ભારતની રાજનૈતિક પ્રતિબદ્ધતાનો ઉલ્લેખ કરતા હર્ષવર્ધને કહ્યું કે કેવી રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વ્યક્તિગત રૂપથી સ્થિતિની સમીક્ષા કરી છે અને જીવલેણ વાયરસને ફેલાતો રોકવા માટે સક્રિય અને ક્રમિક પ્રતિક્રિયા સુનિશ્ચિત કરી છે. તેમજ તેઓએ સરકાર દ્વારા ઉઠાવાયેલા પગલાઓ વિશે પણ વિસ્તારપૂર્વક ચર્ચા કરી.

(12:00 am IST)