Gujarati News

Gujarati News

News of Sunday, 26th July 2020

રાજકોટમાં છોકરી સાથે વાહન ભટકાડી બીભત્સ ભાષાનો ઉપયોગ કરી મુખ્યમંત્રીનું નામ વટાવવાનું યુવાનને ભારે પડ્યું : પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે આકરી કાર્યવાહી કરાવી

સાયકલિંગ કરતી છોકરી સાથે વાહન અથડાવી સીએમના નામનો દુરુપયોગ કરનાર યુવાન સામે આકરી કાર્યવાહી

 

રાજકોટમાં સાયકલિંગ કરવા નીકળેલી એક છોકરી સાથે એક યુવાને વાહન અથડાવ્યા બાદ દિલગીરી વ્યક્ત કરવાને બદલે બેફામ અપશબ્દોના પ્રયોગ સાથે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેના માસા હોવાનું જણાવી અસભ્ય વર્તન કરતો વિડિઓ વાયરલ થવાના પગલે મુખ્યમંત્રી કાર્યાલય ચોકી ઉઠ્યું હતું

ઉપરોક્ત વાયરલ વિડિઓ અંગે અને ખાસ કરીને મુખ્યમંત્રી સહિતના આગેવાનોના નામનો ખોટો ઉપયોગ કરવા બદલ સબંધક યુવાન સામે તાકીદે કાર્યવાહી કરવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને જણાવ્યું હતું,

 પોલીસ કમિશનર દ્વારા વાયરલ વિડિઓ અંગેની તમામ હકીકતો મેળવી વિવિધ ટીમોને કામે લગાડી આરોપી યુવાનને શોધી કાઢી તેની સામે આકરી કાયદાકીય કાર્યવાહી કરવા આદેશ આપ્યા હતા,ઉક્ત બાબતે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલનો સંપર્ક સાધતા સાયકલિંગ કરતી છોકરી સાથે વાહન ભટકાવી મુખ્યમંત્રીના નામનો રીતે દુરુપયોગ કરવા બદલ સંધિત યુવાન્સ સામે આકરી કાયદાકીય કાર્યવાહી કાર્યની બાબતને સમર્થન આપ્યું હતું,

 અકિલા સાથેની વાતચીતમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવેલ કે વિડિઓ વાયરલ થવાના પગલે તેઓએ તુરત તે યુવાનને શોધવાની કવાયત હાથ ધરી હતી,મુખ્યમંત્રી કાર્યાલય તરફથી પણ રીતે મુખ્યમંત્રીના નામનો ગેરઉપયોગ કરવા સામે નારાજગી દર્શાવી હતી,

પોલીસ કમિશનરે વાતચીતના અંતે જણાવેલ કે ભવિષ્યમાં આવી ઘટનાનું પુનરાવર્તન ના થાય તેવા સખ્ત કદમો ઉઠવામાં આવ્યા છે

 

 

(10:33 am IST)