Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

રશિયામાં ફરી એકવાર કોરોનાનો બોમ્બ ફુટ્યો :નવા 21665 કેસો નોંધાયા: 619 લોકોના મોત

જાન્યુઆરી 2021 બાદ એક જ દિવસમાં કોરોનાના કેસોમાં સુધી મોટો વધારો

વિશ્વ કોરોનાની મહામારીનો સામનો કરી રહ્યો છે. કોરના મંદ પડ્યા બાદ ફરીથી ઉથલો મારે છે જેનાથી સમગ્ર દુનિયા મુશ્કેલીમાં મુકાઇ જાય છે. કોરોનાનો નવો વેરિયન્ટ ડેટા પ્લસે હાલ જોખમ વધાર્યુ છે ત્યારે રશિયામાં ફરી એકવાર કોરોનાનો બોમ્બ ફુટ્યો છે. કોરોનાની લહેર ફરીવાર આવતાં રશિયામાં પ્રશાસન હરકતમાં આવી ગયું છે. સરકાર ફરીવાર કોરોનાની મહામારી સામે લડવાની તૈયારીમાં લાગી ગઇ છે. રશિયાની સ્થિતિ ફરી બેકાબુ બની છે કોરોનાના લીધે.રશિયામાં કોરોના સંક્રમણના નવા 21665 કેસો નોંધાયા છે.

રશિયામાં કોરોનાને લઇને વોકડાઉન સહિત અનેક બાબતોમાં છૂટછાટ આપી હતી અને ફરી એકવાર કોરોના બોંમ્બ ફુટ્યો છે જેથી સરકારની ચિંતા એકદમ વધી ગઇ છે. કોરોના સંક્રમણના કેસો 21665 નોંધાયા છે અને કોરોનાથી મોત થવાના આંકડામાં પણ એકદમ ઉછાળો જોવા મળ્યો છે. રશિયામાં કોરોનાથી 619 લોકોના મોત નિપજ્યા છે . કોરોનાની સ્થિતિ ફરી વધારો જોવા મળી રહ્યો છે. જાન્યુઆરી 2021 બાદ એક જ દિવસમાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ઉલ્લેખનીય કે થોડા દિવસો પહેલા જ માસ્ક વગર ફરવાની છૂટ રશિયાએ આપી હતી,છેલ્લા 6 મહિનામાં સૈાથી વધુ અેક દિવસમાં વધારે કેસો નોધાયા છે જે ચિંતાજનક છે.

(12:49 am IST)