Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

પિનાકાના અત્યાધુનિક વર્ઝનનું પરિક્ષણ કરાયું

ચીન સાથેના તણાવમાં ભારત દ્વારા હથિયારોનું પરીક્ષણ : મલ્ટી બેરલ રોકેટ લોન્ચર સિસ્ટમ પિનાકા ભારતમાં જ વિકસીત કરાઈ, ૪૫ કિમીના લક્ષ્યાંકને ટાર્ગેટ કરી શકે

નવી દિલ્હી, તા.૨૬ : સરહદ પર ચીન સાથે ચાલી રહેલા તનાવ વચ્ચે ભારત એક પછી એક હથિયારોનુ પરીક્ષણ કરી રહ્યુ છે.ગઈકાલે સબસોનિક ક્રુઝ મિસાઈલ નિર્ભયના પરીક્ષણ બાદ હવે ભારતની સંરક્ષણ સંસ્થા ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન એટલે કે ડીઆરડીઓ દ્વારા મલ્ટી બેરલ રોકેટ લોન્ચર પિનાકાના અત્યાધુનિક વર્ઝનનુ પરિક્ષણ કરવામાં આવ્યુ છે.

મલ્ટી બેરલ રોકેટ લોન્ચર સિસ્ટમ ભારતમાં વિકસીત કરવામાં આવી છે.ઓરિસસાની ચાંદીપુર રેન્જ ખાતે તેનુ પરીક્ષણ કરવામાં આવ્યુ છે.જે દરમિયાન ૨૫ પિનાકા રોકેટ લોન્ચ કરવામાં આવ્યા હતા અને ટેસ્ટિંગ દરમિયાન તમામ પેરામીટર પર રોકેટ સિસ્ટમ ખરી ઉતરી છે.પિનાકા રોકેટ સિસ્ટમ ૪૫ કિલોમીટર દુરના લક્ષ્યાંકને ટાર્ગેટ કરી શકે છે. દરમિયાન રોકેટના રડાર, ટેલીમેટ્રી, ઓપ્ટિકલ ટ્રેકિંગ એમ તમામ પ્રકારના ઈક્વિપમેન્ટ પર નજર રાખવામાં આવી હતી.

ભારતમાં બનેલા મલ્ટી બેરલ રોકેટ લોન્ચરને ખાનગી કંપનીના સહયોગથી લાંબા અંતરના ટાર્ગેટને ધ્વસ્ત કરવા માટે ડેવલપ કરવામાં આવ્યા છે.સફળ પરીક્ષણ બાદ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ડીઆરડીઓ અને ઉદ્યોગ જગતને અભિનંદ આપ્યા હતા. રોકેટ લોન્ચર ૧૨ સેકન્ડમાં ૪૪ રોકેટ લોન્ચ કરી શકે છે.ભગવાન શંકરના ધનુષ પિનાક પરથી તેને પિનાકા નામ અપાયુ છે. પિનાકા સિસ્ટમને મુખ્યત્વે પાકિસ્તાન બોર્ડર પર તૈનાત કરવા માટે વિકસીત કરવામાં આવી છે.એક સમયે રોકેટ લોન્ચ કરવા માટે ભારત પાસે રશિયન બનાવટની સિસ્ટમ હતી અને હવે ભારતે પોતાની સિસ્ટમ ડેવલપ કરેલી છે.કારગીલ વોરમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.૯૦ના દાયકામાં પિનાકા માર્ક સિસ્ટમનુ ટેસ્ટંગ કરાયુ હતુ.

પિનાકા સિસ્ટમની એક બેટરીમાં રોકેટ લોન્ચ કરનારા વ્હીકલ હોય છે.તેની સાથે લોડર સિસ્ટમ, રડાર સિસ્ટમ અને કમાન્ડ પોસ્ટ હોય છે.એક બેટરી બે કિલોમીટરના આખા એરિયાને તબાહ કરી શકે છે.માર્ક ૧ની રેન્જ ૪૦ કિમીની છે પણ માર્ક સિસ્ટમ ૭૫ કિમી દુર સુધઈ પ્રહાર કરી શકે છે.

(7:55 pm IST)