Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

કૃષ્ણ જન્મભૂમિની બાજુમાં આવેલી મસ્જિદનું ડિમોલિશન કરવા દયો : અમે તમને અન્ય જગ્યાએ વિશાળ જમીન આપીશું : મસ્જિદ મેનેજમેન્ટ કમિટીને કૃષ્ણ જન્મભૂમિ મુક્તિ આંદોલન સમિતિની ઓફર : ઔરંગઝેબના સમયમાં મંદિર પાડી નાખી તેના પથ્થરો વડે મસ્જિદનું નિર્માણ કરાયું હતું : મથુરા કોર્ટમાં પિટિશન

મથુરા : કૃષ્ણ જન્મભૂમિ મુક્તિ આંદોલન સમિતિએ મથુરા કોર્ટમાં પિટિશન કરી છે. જેમાં મંદિરની બાજુમાં આવેલી મસ્જિદની મેનેજમેન્ટ કમિટીને ઓફર કરવામાં આવી છે કે કૃષ્ણ જન્મભૂમિની બાજુમાં આવેલી મસ્જિદનું ડિમોલિશન કરવા દયો . જેના બદલામાં અમે તમને વિશાળ જમીન આપીશું .આ મસ્જિદનું ઔરંગઝેબના સમયમાં મંદિર પાડી નાખી તેના પથ્થરો વડે નિર્માણ કરાયું હતું તેવી રજુઆત કરાઈ છે.

એડ્વોકેટ મહેન્દ્ર પ્રતાપ સિંઘ દ્વારા સિવિલ જજ, સિનિયર ડિવિઝન, મથુરા સમક્ષ કરાયેલી અરજીમાં જણાવ્યા મુજબ ઔરંગઝેબના સમયમાં મંદિર પાડી નાખી તેના પથ્થરો વડે નિર્માણ કરાયું હતું .જે મસ્જિદમાં રહેલા પથ્થરોના નિશાન ઉપર જોવા મળતા હિન્દૂ શાસ્ત્રોના ચિન્હો  દ્વારા ફલિત થાય છે.

કૃષ્ણ જન્મભૂમિ મુક્તિ આંદોલન સમિતિએ કરેલી ઓફરમાં જણાવ્યું છે કે હાલમાં જે જગ્યાએ મસ્જિદ ઉભી છે તેના બદલામાં તે જગ્યા કરતા મોટી અને વિશાળ જમીન  આપીને વિવાદનો ઉકેલ લાવવાની અમારી તૈયારી છે,

આ ઓફર રામ જન્મભૂમિ વિવાદ કેસમાં સુપ્રીમ કોર્ટે બાબરી મસ્જિદ અંગે આપેલા ચુકાદાને ધ્યાને લઇ કરવામાં આવી છે.

સુનાવણી માટેની આગામી મુદત 5 જુલાઈ રાખવામાં આવી છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(1:45 pm IST)