Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

એલર્ટ બાદ બંધ રખાયા ૩ મેટ્રો સ્ટેશન : આઇએસઆઇના એજન્ટ ખેડૂત આંદોલનની આડમાં હિંસા ભડકાવી શકે

દિલ્હી ખેડૂત આંદોલન પર ISIની ખરાબ નજર : ગુપ્તચર એજન્સીઓએ દિલ્હી પોલીસ સહિત અન્ય સંસ્થાઓને એલર્ટ આપ્યું

નવી દિલ્હી,તા.૨૬: આજે શનિવારે કેટલાક મેટ્રો સ્ટેશનો થોડાક કલાકો સુધી બંધ રાખવામાં આવશે.મનાઈ રહ્યું છે કે આઈએસઆઈના એજન્ટ ખેડૂત આંદોલનની આડમાં હિંસા ભડકાવી શકે છે. આ સંબંધમાં ગુપ્તચર એજન્સીઓએ દિલ્હી પોલીસ સહિત અન્ય સંસ્થાઓને એલર્ટ જારી કર્યુ છે.

સૂત્રોના જણાવ્યાનુંસાર ગુપ્તચર એજન્સીએ દિલ્હી પોલીસ અને સીઆઈએસએફને સતર્ક રહેવા કહ્યુ છે. ગુપ્તચાર એજન્સીએ જણાવ્યું કે આજે ખેડૂત પ્રદર્શન કરવાના છે. જેમાં તૈનાત પોલીસ જવાનોની વિરુદ્ઘ આઈએસઆઈના એજન્ટ હિંસા ભડકાવી શકે છે. આ સંબંધમાં દિલ્હી પોલીસને પત્ર મોકલવામાં આવ્યો છે. જે બાદ દિલ્હીમાં સુરક્ષા ચુસ્ત કરી દેવામાં આવી છે.

સુરક્ષાની પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત શનિવારે કેટલાક મેટ્રો સ્ટેશનો થોડાક કલાકો સુધી બંધ રાખવામાં આવશે. સાથે મેટ્રો સ્ટેશન બાદ પણ સુરક્ષા વ્યવસ્થા વધારમાં આવશે. કોઈ પણ રીતની ગડબડીથી બચવા માટે દિલ્હી મેટ્રો કોર્પોરેશનએ શનિવારે સવારે ૧૦ બપોરે ૨થી ૩ વાગ્ય સુધી મેટ્રોસ્ટેશનો યુનિવર્સિટી, સિવિલ લાઈન્સ અને વિધાનસભાને બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ પગલા દિલ્હી પોલીસની સલાહ બાદ ભરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે આજે દિલ્હીની બોર્ડરમાં વિસ્તારોમાં પ્રદર્શન કરી રહેલા ખેડૂતોની સાથે અનેક ગ્રુપો સામેલ થઈ શકે છે. જો કે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ખેડૂત સંદ્યોને પોતાનું આંદોલન ખતમ કરવાનો આગ્રહ કર્યો હતો. તેમણે ભોપાલમાં મીડિયાને સંબોધિત કરતા કહ્યુ હતુ કે હું તમામ ખેડૂત સંઘોને આંદોલન સમાપ્ત કરવાની અપીલ કરુ છુ. સરકાર ખેડૂતોની સાથે ૧૧માં દોરની વાતચીત કરી ચૂકી છે.

ઉલ્લેખનીય છે કે ખેડૂત આંદોલનને ૭ મહિના પુરા થવા પર સંયુકત ખેડૂત મોર્ચાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને ૩ કૃષિ કાયદાને નિરસ્ત કરવા માટે હસ્તક્ષેપ કરવા માંગ કરી હતી. સંયુકત ખેડૂત મોર્ચાએ કહ્યુ હતું કે તે ૨૬ જૂને સમગ્ર દેશમાં ખેડૂતો તરફથી રાષ્ટ્રપતિને એક જ્ઞાપન મોકલ્યુ, જેમાં ૭ મહિનામાં આંદોલન દરમિયાન ખેડૂતોની પીડા અને આક્રોશનો ઉલ્લેખ હશે. આ ઉપરાંત રાષ્ટ્રપતિને કૃષિ કાયદાને રદ્દ કરવા અને ખેડૂતો માટે ન્યૂનતમ સમર્થન મૂલ્ય માટે કાયદો બનાવવાના સંબંધમાં અપીલ કરવામાં આવશે.

(12:53 pm IST)