Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

રિઝર્વ બેંકનો નિર્ણય

સાંસદ - વિધાયકો નહીં બની શકે સહકારી બેંકોના ડિરેકટર

નવી દિલ્હી તા. ૨૬ : વિધાયક, સાંસદ અથવા નગર નિગમના પ્રતિનિધિ હવે પ્રાથમિક શહેરી સહકારી બેંકોનામેનેજમેન્ટ અથવા લાંબા સમયના ડિરેકટર બની શકશે નહીં. રિઝર્વ બેંકેતેનીનિયુકિતઓપર રોક લગાવીનેઆ પદ માટે ન્યુનતમ યોગ્યતા પણ નક્કી કરી દેવામાં આવી છે.

આરબીઆઇએ ગાઈડલાઈન જણાવ્યું કે શહરીસહકારી બેંકોમાં એમડી અને ડબ્લ્યુડીટીપદ માટે વિધાયક, સાંસદ અથવા નગર નિગમ પ્રતિનિધિઓને નિયુકત કરી શકાય નહીં. આ પદ પર નિયુકિત માટે ન્યુનતમ યોગ્યતા પરસ્નાતકઅથવા નાણાંકીયક્ષેત્રનીડિગ્રી માનવામાં આવશે.

આ ઉપરાંત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એમબીએ, અથવા અથવા બેન્કિંગમાં ડિપ્લોમા અથવા સહકરી કારોબાર પ્રબંધનમાં ડિપ્લોમા ધારકને પણ એમડી-ડબ્લ્યુડીટીનિયુકત કરવામાં આવશે. અરજદારની ઉંમર ૩૫ વર્ષથી ઓછું અને ૭૦ વર્ષથી વધુ હોવી જોઈએ નહી.

બેન્કિંગ ક્ષેત્રમાં વરિષ્ઠ અથવા મધ્યમ સ્તરનાપદ પર આઠ વર્ષનો અનુભવ રાખતા વ્યકિત પણ સહકારી બેંકોનાએમડી-ડબ્લ્યુડીટીપદ માટે યોગ્ય માનવામાં આવશે. પ્રતિનિધિઓ ઉપરાંત કારોબારી અથવા સહકારી કંપનીઓમાં કોઈ પણ પ્રકારના હિત રાખતા લોકોની નિયુકિત પદ પર કરી શકાય નહીં.આરબીઆઇએ કહ્યું એક વ્યકિતની નિયુકિત વધુ માં વધુ પાંચ વર્ષ માટે થશે. તે બે મહિનાની અંદર બીજી વાર નિયુકિત માટે કાર્યકાળ સમાપ્ત થવા પહેલા જ રિઝર્વ બેન્ક પાસેથી મંજુરીલેવી પડશે. આરબીઆઇએ કહ્યું કે ૫ હજાર કરોડથી વધુ મૂડીવાળાસહકારી બેંકોને જોખમના આકરણીમાટે યોગ્ય પ્રબંધ બનાવાપડશે.

બેંકનું બોર્ડ સીઆરઓનીભૂમિકા અને જવાબદારી નક્કી કરશે અને તે સુનિશ્યિત કરશે કે તેઓ સ્વતંત્ર રૂપે એનુંકામ કરી શકે. સીઆરઓ સીધાબેંકના એમડી સીઈઓનેરિપોર્ટ કરશે.

(11:46 am IST)