Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

રાજ્યમાં પ્રતિ ૧૦૦૦ બાળકે બાળકીઓની સંખ્યા ૯૦૧ ! : બાળકીઓની સંખ્યા ઓછી હોવાનો ચોંકાવનારો રિપોર્ટ

૧૦૨૪ સાથે અણાચલ પ્રદેશ નંબર વન, નાગાલેન્ડમાં ૧૦૦૦ બાળકે ૧૦૦૧ બાળકીનો જન્મ: આસામમાં ૯૦૩, મધ્યપ્રદેશમાં ૯૦૫ અને જમ્મુ-કાશ્મીરમાં ૯૦૯ બાળકી

નવી દિલ્હી :કેન્દ્રીય ગૃહ મંત્રાલયના રિપોર્ટ પ્રમાણે બાળકીઓના જન્મમાં ૧૦૨૪ સાથે અણાચલ પ્રદેશ નંબર વન, નાગાલેન્ડમાં ૧૦૦૦ બાળકે ૧૦૦૧ બાળકીનો જન્મ થાય છે દેશના વિભિન્ન રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં બાળકીઓની સંખ્યા ઘટી રહી હોવાનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે.

 આ રિપોર્ટ પ્રમાણે રાજ્યમાં પ્રતિ ૧૦૦૦ બાળકે બાળકીઓની સંખ્યા ૯૦૧ જોવા મળી છે. એવી જ રીતે આસામમાં આ તફાવત ૯૦૩, મધ્યપ્રદેશમાં ૯૦૫ અને જમ્મુ-કાશ્મીરમાં ૯૦૯ જોવા મળ્યો છે. આ સ્થિતિથી એવું કહી શકાય છે કે ગુજરાત સહિતના આ પ્રદેશોમાં ભ્રૂણ હત્યાનું પ્રમાણ વધારે જોવા મળે છે. કેટલાક પરિવારો બાળકીનો જન્મ થવા દેતાં નથી.

  કેન્દ્રીય ગૃહ મંત્રાલયના વાઇટલ સ્ટેટેસ્ટીકસ ઓફ ઇન્ડિયા બેડ ઓન ધ સિવિલ રજીસ્ટ્રેશન સિસ્ટમ નામના રિપોર્ટમાં આ વિગતો બહાર આવી છે. આ રિપોર્ટમાં જોવામાં આવ્યું છે કે સૌથી ઓછો સેકસ રેસિયો એટ બર્થ એટલે કે એસઆરબીમાં ગુજરાતનું સ્થાન ટોચક્રમે છે. આ રિપોર્ટ એવા સમયે આવ્યો છે કે યારે નીતિ આયોગ એવો દાવો કરે છે કે સ્વાસ્થ્ય ક્ષેત્રના લયાંકોમાં ગુજરાત અને દિલ્હી દેશના તમામ રાયોમાં ઉત્તમ પ્રદર્શન કરી રહ્યાં છે.

 જો કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે કે એસઆરબીમાં ઉત્તમ પ્રદર્શન કરનારા રાયોમાં અણાચલ પ્રદેશ ૧૦૨૪ સાથે ટોચક્રમે છે. આ રાયમાં પ્રતિ ૧૦૦૦ બાળકે બાળકીઓની સંખ્યા ૧૦૨૪ છે. આ પ્રમાણ નાગાલેન્ડમાં ૧૦૦૧, મિઝોરમમાં ૯૭૫ અને આંદામાન નિકોબારમાં ૯૬૫ છે. આ રિપોર્ટ વાઇટલ સ્ટેટેસ્ટીકસ ડિવિઝને તૈયાર કર્યેા છે.

ગુજરાતમાં બર્થ રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં પણ ખામી છે. ૨૦૧૧માં બર્થ રજીસ્ટ્રેશન ૯૮.૮ ટકા થયું હતું જે ૨૦૧૮માં ૮૮.૧ અને ૨૦૧૯માં ૮૭.૩ જોવા મળ્યું છે. એટલે કે ગુજરાતમાં જન્મની નોંધણીનું પ્રમાણ સતત ઘટતું ગયું છે. સરકારનો દાવો છે કે જન્મ અને મૃત્યુની નોંધણી માટે મશીનરી મોટા પ્રમાણમાં તૈયાર કરવામાં આવી છે અને વેબ આધારિત એપ્લિકેશનનો ઉપયોગ થઇ રહ્યો છે તેમ છતાં ટકાવારી સતત ઘટતી રહી છે

(10:46 am IST)