Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

સ્પેનમાં પતિઓના અત્યાચારોમાં વધારોઃ ૨૫૦ જગ્યાએ વિરોધ -પ્રદર્શનો

માડ્રિડ,તા. ૨૬: સ્પેનમાં લોકડાઉનમાં મહિલાઓની સામે યૌન હિંસા અને જાતીય ભેદભાવ મામલામાં અચાનક વધારો થયો છે. છેલ્લા એક મહિનામાં ૧૩ હત્યાઓ થઇ છે. જેમાં હત્યારા મહિલાઓના પાર્ટનર અથવા એકસ પાર્ટનર રહ્યા હોય. આમાંથી ત્રણ હત્યાઓ માત્ર એક દિવસમાં થઇ છે. આ હુમલાઓમાં એક ૮૧ વર્ષીય પીડિતા કોસુલા પણ છે જેમની તેમના પતિએ હથોડાથી મારામારી હત્યા કરી દીધી હતી. એક અહેવાલ મુજબ પુરૂષોની હિંસાની શિકાર થયેલી ૮૦ ટકા મહિલાઓએ કયારેય કોઇ ફરિયાદ નથી કરી. આ હત્યાઓના વિરોધમાં મહિલાઓ રસ્તાઓ પર ઉતરી આવી છે. છેલ્લા એક સપ્તાહમાં સ્પેનમાં ૨૫૦ થી વધુ નાના-મોટા દેખાવો થયા છે.

માડ્રિડના ફેમિનિસ્ટ મુવમેન્ટની માર્તા કાર્રામિનાના જણાવે છે કે આ હુમલો કરનારા પાગલ અથવા બીમાર નથી. એ કટ્ટર પુરૂષવાદી માનસિકતા વૈમનસ્યથી ભરેલા છે. તેમનો હેતુ મહિલાઓ પર બળજબરી કરવાનો અને તમને નીચાજોણુ દેખાડવાનો છે. મહિલાઓ ધીમે-ધીમે મરી રહી છે. અને વિશ્વને એ જણાવવા માટે અમે દેખાવો કરી રહ્યા છીએ.  આ પ્રદર્શનકારી મહિલાઓની માગ છે કે આવા હુમલાખોરો પર ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવે.

દેશમાં આ આંદોલનને હવા એક કથિત પિતા દ્વારા બે બાળકીઓ (છ વર્ષની ઓલિવિયા અને એક વર્ષની એના)ની હત્યાએ આપી હતી. આને લઇને દેશમાં જનઆક્રોશ છે. ૨૦૦૩થી અત્યાર સુધી ૩૯ સગીર બાળકોની હત્યા તેમના પિતાએ કરી હતી.

મહિલાઓ પ્રત્યે વધતા હુમલા પર લૈગિંક કેસોના મામલાના પ્રધાન વિકટોરિયા રસેલ કહે છે. કોવિડ-૧૯ જેમ આ એક રોગચાળો છે. જાણકારોનું માનવું છે કે વધતા અપરાધનું કારણ કોરોના વાઇરસ છે. જ્યારે પ્રતિબંધ હટશે તો આ ઘટનાઓમાં ઘટાડો થવાની શકયતા છે.

(10:45 am IST)