Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

લગ્નની વિધિ દરમિયાન ફાઇટીંગ : દુલ્હનને છોડીને મંડપમાંથી ઉભો થઇ ભાગ્યો દુલ્હો

મારામારી દરમિયાન ચપ્પુ ચાલ્યા હતા અને ચપ્પા બાજી દરમિયાન દુલ્હાનો ભાઇ ઘાયલ થયો હતો

છપરા તા. ૨૬ : બિહારના પાનાપુર પોલીસ સ્ટેશન વિસ્તારના બસતર ગામમાં લગ્ન કરવા આવેલા દુલ્હો થનારી પત્નીને છોડીને ભાગી ગયો હતો. ગુરૂવારે રાત્રે આવેલી જાનમાં નાચ જોવા દરમિયાન જાનૈયા અને ગ્રામીણો વચ્ચે જોરદાર મારામારી થઈ હતી. મારામારી દરમિયાન ચપ્પુ ચાલ્યા હતા અને ચપ્પા બાજી દરમિયાન દુલ્હાનો ભાઈ ઘાયલ થયો હતો. આ ઘટનાની જાણકારી દરમિયાન દુલ્હો અડધી વિધિ છોડીને મંડપમાંથી ભાગી ગયો હતો.

મળતી માહિતી પ્રમાણે બિસતપુર નિવાસી વકીલ બૈઠાની પુત્રી પિંકીના લગ્ન બેલૌર ગામ નિવાસી રામ અયોધ્યા બૈઠાના પુત્ર રાજન બૈઠા સાથે સાથે નક્કી થયા હતા. નક્કી સમય અનુસાર ગુરૂવાર દ્વારપૂજા અને કન્યા નિરીક્ષણ બાદ લગ્નની રસમ ચાલું હતી.

આ દરમિયાન જનવાસેમાં જાનૈયાઓ અને ગ્રામીણ લોકો વચ્ચે નાચ દેખવા અંગે જોરદાર મારામારી અને ચપ્પાબાજી થયી હતી. દુલ્હાના ભાઈને ચપ્પુ વાગતા જ ચારે બાજુ અફરા તફરી મચી ગઈ હતી. લોકોમાં ભાગંભાગ થઈ ગઇ હતી.

ઘાયલને પીએચસી પાનાપુર લઈ ગયા હતા. જયાં પ્રાથમિક સારવાર દરમિયાન છપરા રેફર કરવામાં આવ્યો હતો. ઘાટલની સારવાર સિવિલમાં ચાલી રહી છે. મુકેશ બેઠાની સ્થિતિ ગંભીર જણાવવામાં આવી રહી છે. ઘટનાની જાણાકરી જાણકારી બાદ સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળ પહોંચી હતી.

માનવામાં આવી રહ્યું છે કે જે થવાનું હોય તે થઈને જ રહે છે. ગુરૂવારે દ્વારપૂજા બાદ દુલ્હા રાજન અને દુલ્હન પિંકી એક સૂત્રમાં બંધાવવા માટે લગ્નમંડપમાં લગ્નની રસમ નિભાવી રહ્યા હતા. પરંતુ કુદરતને આવું મંજૂર નહીં હોવાથી બે ભાઈઓને ચપ્પુ વાગવાની વાત સાંભળતા જ દુલ્હો રાજન લગ્નની રસમ પડતી મુકીને ભાગ્યો હતો. આ દરમિયાન દુલ્હો પણ ઘાયલ થયો હોવાનું જાણવા મળ્યું હતું.

(10:43 am IST)