Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

જર્મનીના બુર્જબર્ગમાં ચપ્પાથી હુમલો : 3 લોકોના મોત : હુમલાખોરની ધરપકડ

સમગ્ર વિસ્તાર સીલ કરી દેવાયો : વુર્જબર્ગ શહેરમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો

જર્મનીમાં એક વ્યક્તિએ ચપ્પાથી કેટલાક લોકો પર અચાનક હુમલો કરી દીધો છે. જેમાં ઘણા લોકોના મોત થયા છે. આ ઘટના શુક્રવારે વુર્જબર્ગ શહેરમાં બની છે. આ ઘટનાની જાણકારી સ્થાનિક પોલીસે આપી છે, આ હુમલા કેટલાક લોકો ઘાયલ પણ થયા છે, આ ઘટના પર લોઅર ફ્રેકોનિયા પોલીસે કહ્યું કે તેમને શંકાસ્પદની ધરપકડ કરી છે. પોલીસે ટ્વીટ કરીને જણાવ્યું કે બીજા શંકાસ્પદની હાલમાં કોઈ જાણકારી નથી મળી, લોકોને હવે કોઈ ખતરો નથી.

ઘટનાની જાણકારી મળતા જ પોલીસ સ્થળ પર પહોંચી અને આ વિસ્તારમાં પોલીસ અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા. આસપાસના વિસ્તારને પણ સીલ કરી દેવામાં આવ્યો છે. ત્યારે ઘટનાની તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિ હાથમાં ચપ્પુ લઈ જોવા મળી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ત્યાં હાજર લોકો હુમલાખોરથી બચવાના પ્રયત્ન કરી રહ્યા છે.

(12:41 am IST)