Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

મુંબઈ હુમલાનો આરોપી તહવ્વુર રાણા હજુ અમેરિકામાં જ રહેશે : લોસ એંજલસ કોર્ટમાં ગઈકાલે થયેંલી સુનાવણીમાં 15 જુલાઈની મુદત પડી : બચાવ પક્ષને દસ્તાવેજો રજૂ કરવા સમય અપાયો

મુંબઈ : પાકિસ્તાની મૂળનો અને કેનેડાનો વ્યવસાયી તહવ્વુર રાણા મુંબઈના  2008 ની સાલમાં આતંકવાદી હુમલાનો મુખ્ય અને ભાગેડુ આરોપી છે. તે અમેરિકામાં હોવાથી ભારત સરકારે તેના પ્રત્યર્પણ માટે રજુઆત કરી છે. તથા રાણાને ભારત સરકારને સોંપી દેવા અનુરોધ કર્યો છે.

આ અંગે લોસ એંજલસ કોર્ટમાં સુનાવણી  ચાલી રહી છે. ગઈકાલે ચાલેલી સુનાવણીમાં બચાવ પક્ષને દસ્તાવેજો રજૂ કરવા માટે નામદાર કોર્ટે  15 જુલાઈ સુધીનો સમય આપ્યો છે. જેથી રાણા હજુ 15 જુલાઈ સુધી અમેરિકામાં જ રહેશે. તેવું એચ.ટી. દ્વારા જાણવા મળે છે.

 

(11:20 am IST)