Gujarati News

Gujarati News

News of Friday, 26th June 2020

ચીન તેના ભારતીય જવાનો સાથેની ઝડપમાં માર્યા ગયેલ સૈનિકોના પરિવારને શાંત કરવામાં લાગ્યુ

અમારા જવાનોને પુરતુ સન્માન નથી મળ્યુઃ પરિવારોનો રોષ

નવી દિલ્હીઃ ચીને લડાખની ગલવાન ઘાટીમાં એલએસી પાસે ભારતીય સૈનિકો સાથેના ઘર્ષણમાં માર્યા ગયેલ ચીની સૈનિકોના પરિવારોને શાંત પાડવાનો પ્રયાસ કરેલ. જો કે ચીન કાયદેસર રીતે સ્વીકાર નથી કર્યુ કે ઘર્ષણમાં તેના સૈનિકોના મોત થયા છે. ચીની  કમ્યુનિસ્ટ પાર્ટીના મુખ પત્ર ધ ગ્લોબલ ટાઈમ્સના તંત્રી હુ જીને લખ્યુ છે કે સેનામાં સર્વોચ્ચ સમ્માન સાથે મૃતકો સાથે વ્યવહાર કરાયેલ અને આ માહિતી સાચા સમયે સમાજને અપાશે, જેથી સૈનિકોને સન્માનિત કરી તેમને યાદ કરી શકાય.

જો કે ચીનનો બે-ત્રણ દિવસ પહેલા એક વીડીયો સામે આવેલ જેમાં પીપલ્સ લીબરેશન આર્મીના જવાનોના પરિવારએ વાતથી નારાઝ હતા કે ભારતીય સૈનિકોથી વિપરીત તેમના જવાનોને કોઈ સન્માન મળેલ નહીં. ગ્લોબલ ટાઈમ્સે સ્વીકાર કરેલ કે હિંસક ઘર્ષણમાં ચીનના ૨૦થી ઓછા જવાનોના મોત થયેલ, પણ જીનપીંગ સરકારે આ અંગે કશો ફોડ પાડયો નથી.

(2:54 pm IST)