Gujarati News

Gujarati News

News of Friday, 26th June 2020

રાહુલ ગાંધીએ પોતાની 'ટેલિગ્રામ' શરૂ કરી : લોકો સાથે સીધા જોડાશે

તેમના ટેલીગ્રામ ચેનલથી અત્યાર સુધીમાં લગભગ 3500 સભ્યો જોડાઈ ચૂક્યા

નવી દિલ્હી : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હવે ટેલીગ્રામના માધ્યમથી પોતાના સમર્થકો સાથે જોડાશે. પાર્ટી સૂત્રોએ જાણકારી આપી છે કે, રાહુલે પોતાની એક 'ટેલીગ્રામ' ચેનલ શરૂ કરી દીધી છે, જેના માધ્યમથી તે લોકો સાથે સીધા જોડાવાનું શરૂ કરશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધી, સંસદ સભ્યનું સત્તાવાર (ટેલીગ્રામ) ચેનલ ઝડપથી સત્યાપિત થઈ જશે. તેમના ટેલીગ્રામ ચેનલથી અત્યાર સુધીમાં લગભગ 3500 સભ્યો જોડાઈ ચૂક્યા છે.

રાહુલ ગાંધી જનતા સુધી પહોંચવા માટે પ્રત્યક્ષ રીતે સંદેશ પહોંચાડવાની રીત અપનાવી રહ્યા છે, જ્યારે તે સોશિયલ મીડિયા ટ્વીટર અને ફેસબુકનો ઉપયોગ સરકાર અને તેની નીતિઓની આલોચના કરવા માટે કરતા રહ્યા છે.

 'ટેલીગ્રામ' ચેનલ સંદેશ મોકલનારી એક એપ્લિકેશન(એપ) છે, જ્યાં ફક્ત એડમિન જ સંદેશ મોકલી અને જોઈ શકે છે. આ ચેનલ સાર્વજનિક સંદેશને મોટી સંખ્યાંમાં લોકો સુધી પહોંચાડવાનું એક માધ્યમ છે.

(1:59 pm IST)