Gujarati News

Gujarati News

News of Friday, 26th June 2020

દક્ષિણ કશ્મીરમાં બિજબહેરામાં સુરક્ષાદળો પર આતંકી હુમલો :એક CRPF જવાન શહીદ : એક બાળકનું મોત

હુમલા બાદ સમગ્ર વિસ્તારને સીલ કરી દેવાયો : આતંકીઓને પકડવા પ્રયાસો ચાલુ

શ્રીનગર : દક્ષિણ કાશ્મીરના બિજબેહાર વિસ્તારમા શુક્રવારે આતંકીઓએ સુરક્ષાબળોની ટુકડી પર હુમલો કર્યો છે. જેમાં એક કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના જવાન શહીદ થયા છે. આ આતંકી હુમલામાં એક બાળકનું મોત પણ નિપજ્યું છે. આતંકીઓએ સુરક્ષાદળોને નિશાન બનાવી સતત ફાયરિંગ કર્યું છે

   જો કે આતંકી હુમલા બાદ સુરક્ષાબળોએ પૂરા વિસ્તારને સીલ કરી દીધો છે. આતંકીઓને પકડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. સુરક્ષાદળોના જવાનોએ પણ આતંકીઓને નિશાન બનાવી સતત ફાયરિંગ કર્યું છે.
જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા છે. સૂત્રોને મળતી માહિતી મુજબ હિઝબુલના ટોપ કમાંડર કાસિમ શાહ ઉર્ફે જુગનુંને ઠાર માર્યા છે. મહોમ્મદ કાસિમ શાહ ઉર્ફ જુગનુની સાથે બાસિત અહેમદ પારે અને હારિસ મંજૂર ભટને પણ ઠાર માર્યા છે. જો કે આ અંગે હજુ કોઇ સત્તાવાર સમર્થન મળ્યું નથી.

(1:16 pm IST)