Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

ચેન્નઈ જળ સંકટ પર હૉલીવુડ એક્ટર લિયૌનાર્ડો ચિંતિત : બોલ્યા- એક શહેર જ્યાં પાણી જ નથી

ચાર પ્રમુખ જળાશયને પૂરી રીતે સુકાઈ ગયા બાદ દક્ષિણી ભાતનું શહેર ચેન્નઈ સંકટમાં છે

 

નવી દિલ્હીઃ મશહૂર હૉલીવુડ અભિનેતા લિયોનાર્ડો ડિકૈપ્રિયએ તમિલનાડુની રાજધાની ચેન્નઈમાં પાણીની કમીને લઈ ચિંતા વ્યક્ત કરી છે. લિયોનાર્ડોએ સોશિયલ મીડિયા પર  એક પોસ્ટ લખી છે. પર્યાવરણ સાથે જોડાયેલ મામલાને લઈ સતત લખાણ લખતા અને કામ કરતા લિયોનાર્ડોએ પાણીના સંકટથી ગ્રસ્ત ચેન્નઈ માટે ચિંતા વ્યક્ત કરી છે. ફોટો શેર કરતા તેમણે લખ્યું કે, એક કવો જે પૂરી રીતે ખાલી અને પાણી વિનાનું એક શહેર.

  ડિકૈપ્રિયોએ ચેન્નઈમાં પાણીની કમી પર એક અહેવાલ શેર કરતા લખ્યું, ચાર પ્રમુખ જળાશયને પૂરી રીતે સુકાઈ ગયા બાદ દક્ષિણી ભાતનું શહેર ચેન્નઈ સંકટમાં છે. પાણીની ભારે કમીને કારણે શહેરને તુરંત આના કોઈ ઉકેલ શોધવાની જરૂરત છે. શહેરી સરકારી ટેન્કોથી પાણી લાવવા માટે કલાકોની લાઈનમાં ઉભા રહે છે.

  જળસ્તર ગગળવાથી હોટલ અને રેસ્ટોરાં સ્થાયી રૂપે બંધ થવા લાગ્યાં છે અને શહેરની મેટ્રોમાં એસી બંધ કરી દેવામાં આવ્યાં છે. શહેરના અધિકારી પાણીના વૈકલ્પિક સ્રોત ખોજવામાં લાગી ગયા છે લોકો વરસાદ માટે પ્રાર્થના કરવામાં જૂટ્યા છે. વરસાદ શહેર માટે બહુ જરૂરી છે.

   ડિકૈપ્રિયો એક ફાઉન્ડેશન ચલાવે છે, જે પર્યાવરણ જાગરુકતા વધારવાનું કામ કરે છે. હાલમાં તેમણે દિલ્હીના ગાજપુરમાં કચરાના વધતા ઢગલાને લઈ પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. જણાવી દઈએ કે ચેન્નઈમાં જે ચાર જળાશયોથી પાણી આવે છે, તે સુકાઈ ચૂક્યાં છે. શહેર સમક્ષ પાણી માટે ભારે પરેશાની છે.

(10:14 pm IST)