Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

જો મહારાષ્ટ્રની આર્યવ્યવસ્થા ન સુધરી

તો દેશનું આર્થિક પાટનગર બની જશે અમદાવાદ

મુંબઇ તા. ર૬ : વિધાન પરિષદમાં વિરોધ પક્ષના નેતા ધનંજય મુંડેએ રાજ્યની અર્થવ્યવસ્થાના નબળા સંચાલનને જોતા મહારાષ્ટ્ર સરકારની સખત ટીકા કરી. સાથે જ ભય વ્યકત કર્યો કે જો સ્થિતિ આવી જ રહી તો મુંબઇ પાસેથી દેશની આર્થિક રાજધાનીનું સ્થાન છીનવાઇને અમદાવાદના ફાળે જતું રહેશે. વિધાન પરિષદના બજેટ મુદ્દે ચર્ચા કરતા વખતે ઉંચી રાજકોષીય ખાધ, દેવું નોકરીઓનો અભાવ, ગુડ્સ અને સર્વિસ ટેકસના અમલીકરણને કારણે ઉદ્યોગ-ધંધા થવા તેમજ નોટબંધી જેવી બાબતોને લઇને રાજ્ય સરકારને આડે હાથ લીધી.

ધનંજય મુંડેએ કહ્યું રાજ્ય સરકારે મુંબઇમાં ઇન્ટરનેશનલ ફાઇનાન્સ અને સર્વિસ સેન્ટર (આઇએસએફસી)

 સ્થાપવાનું વનચ આપ્યું હતું. જો કે, ગુજરાતે મુંબઇને પાછળ છોડીને આઇએફએસસી અને ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સીટી (જીઆઇએફટી) ની સ્થાપના કરી દીધી છે. ધંધાકીય વાતાવરણ પુરૂ પાડવામાં રાજ્ય સરકાર નિષ્ફળ રહેતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે(આરઆઇએલ) ગુજરાતમાં ઓફીસનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે આરઆઇએલએ ચાર ટેલીકોમ અને એક ઇન્વેસ્ટમેન્ટ કંપની છેલ્લા ૧ વર્ષથી ગુજરાતના અમદાવાદમાં ખસેડી દીધી છે. જો આવી જ રીતે અણધડ વહીવટ રહ્રયહ્યો તો દેશની આર્થિક રાજધાનીનું ટેગ મુંબઇ પાસેથી છીનવાઇ જશે અને અમદાવાદને મળી જશે.

ધનંજય મુંડેએ છત્રપતિ શિવાજી, બાલાસાહેબ ઠાકરે અને બાબાસાહેબ આંબેડકરના સ્મારકો સહિતના વિવિધ સ્મારોના નિર્માણમાં થતા વિલંબ મુદ્ે પણ મહારાષ્ટ્ર સરકારની ઝાટકણી કાઢી તેમણે આરોપ મુકયો છત્રપતિ શિવાજીની પ્રતિમાની ઉંચાઇ દબાણ હેઠળ ઘટાડવામાં આવી છે જેથી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાનું દુનિયાના સૌથી ઉંચા સ્ટેચ્યુ તરીકેનું ટેગ અકબંધ રહે.

(11:24 am IST)