Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

''સંતુર તથા તબલાની જુગલબંધી'': યુ.એસ.ના ન્યુયોર્કમાં ભારતીય વિદ્યાભવન તથા કોલકતા સિતાર સ્કૂલના ઉપક્રમે ૨૯ જુનના રોજ યોજાનારો પ્રોગ્રામઃ ૩૦ જુનના રોજ નર્તન રંગ ડાન્સ એકેડમીના ઉપક્રમે ''વિશ્વ નૃત્ય'' પ્રોગ્રામ યોજાશે

ન્યુયોર્કઃ યુ.એસ.માં ભારતીય વિદ્યાભવન તથા કોલકતા સિતાર સ્કૂલના સંયુકત ઉપક્રમે શ્રી વિનય દેસાઇના સંતુર તથા શ્રી મીર નકીબુલ ઇસ્લામના તબલાની જુગલબંધી ૨૯ જુન ૨૦૧૯ના રોજ યોજાશે. જેનું સ્થળ રોમાન્તી ઓડીટોરીયમ, ભારતીય વિદ્યાભવન USA,૩૫૦,૭મો એવન્યુ, ૧૭મો ફલોર, ન્યુયોર્ક રાખવામાં આવ્યું છે. તથા સમય સાંજે ૬-૩૦ નો રાખવામાં આવ્યો છે. એડમિશન ફી ૧૫ ડોલર રાખવામાં આવી  છે.

૩૦ જુન ૨૦૧૯ના રોજ નૃત્ય રજની ''વિશ્વ નૃત્ય'' પ્રોગ્રામ રાખવામાં આવેલ છે. નર્તન રંગ ડાન્સ એકેડમીના ઉપક્રમે યોજાનારા આ નૃત્ય પ્રોગ્રામનું સ્થળ Adelphi યુનિવર્સિટી પર્ફોમીંગ આર્ટસ સેન્ટર, ૧, સાઉથ એવન્યુ ગાર્ડન સીટી, ન્યુયોર્ક રાખવામાં આવ્યું છે. તથા સમય સાંજે પાંચ વાગ્યાનો છે. જેમાં એડમિશન ફી ૨૫ ડોલર છે. તેવું ભારતીય વિદ્યા ભવન USA દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)
  • અમદાવાદમાં પતિને પબજી ગેમ રમવાની ના પાડતા પતિએ પત્નિને માર્યો માર : છેલ્લા ઘણા સમયથી સાસરીયાઓ ત્રાસ આપતાં પરણિતાએ કર્યો આપઘાતનો પ્રયાસઃ પરણીતાની ફરીયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી access_time 3:09 pm IST

  • રાજયમાં જાહેર થયેલી સ્થાનીક સ્વરાજયની ચુંટણી અંગે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને સાંજે ૬ વાગે પાર્લામેન્ટ્રી બેઠક : ગાંધીનગરમાં ભાજપની પ્રદેશ પાલામેન્ટ્રી બોર્ડની બેઠકઃ જુનાગઢ, ગાંધીનગર મનપાની ચૂંટણી અંગે કરાશે ચર્ચાઃ જીલ્લા પંચાયતની પાંચ બેઠક, તા.પં.ની ૫ાંચ બેઠક અંગે ચર્ચા : સીએમ રૂપાણી, જીતુભાઇ વાઘાણી સહિતના હાજર રહેશેઃ સીએમ રૂપાણીના અધ્યક્ષ સ્થાને કેબીનેટની બેઠક access_time 1:08 pm IST

  • બાલાકોટ એર સ્ટ્રાઇકની યોજનાબનાવનાર : સામંત બન્યા રોના વડાઃ અરવિંદ આઇબીના વડા : બંને ૧૯૮૪ બેચના આઇપીએસ છે કેન્દ્રએ બંનેને મોટી જવાબદારી સોંપી access_time 4:23 pm IST