Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

પાઠયપુસ્તકોમાં સામેલ થશે આપાતકાળનો 'કાળો અધ્યાય': જાવડેકર

આપાતકાળેના કાળા ચરણને લોકતંત્ર કેવી રીતે પ્રભાવિત કર્યુ, તે આવનારી પેઢી જાણી શકે

નવીદિલ્હી, તા.૨૬: કેન્દ્રની મોદી સરકાર હવે શાળામાં ભણાવાતા પુસ્તકોમાં આપાતકાળના કાળા યુગને વિસ્તારથી જોડવા જઇ રહી છે. તેની ઘોષણ માનવ  સંશાધન અને વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે કરી. સુત્રોના જણાવ્યા મુજબ પ્રકાશ જાવડેકરે કહ્યું, આપણા પાઠયપુસ્તકોનાં આપાતકાળ પર અધ્યાય અને સંદર્ભ છે પરંતું આપણે પાઠયકુમમાં એ પણ સામેલ કરીશુ કે કેવી રીતે આપાતકાળના કાળા ભાગે લોકતંત્રને પ્રભાવિત કર્યૃ. જેથી આવનારી પેઠીઓ આ વિશે જાણી શકે. જાવડેકરની વાતને કોંગ્રેસ પર હુમલા તરીકે ગણવામાં આવી રહ્યું છે અગાઉ કેન્દ્રીય મંત્રી અરૃણ જેટલીએ ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરાગાંધીની સરખામણી કુરતમ તાનાશાહો માંથી એક હિટલર સાથે કરસ જેટલીએ કહ્યું બંને એ લોકતંત્રને નાનાશાહીમાં ફેરફાર કરવા માટે સંવિધાનનો ઉપયોગ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ઇન્દિરાગાંધીએ દેશમાં આપાતકાળ લગાવ્યો હતો. આપાતકાળની ૪૩મી વરસી ૫૨ જેટલીએ કહ્યું કે જર્ર્મન તાનાશાહની જેમ ગાંધી પણ ભારતને એક વંશવાદી લોકતંત્રમાં બદલવા માટે આગળ વધી હતી.

જેટલીએ વધુમાં ઉમેર્યુ હિટલર અને ગાંધીએ કયારેય પણ સંવિધાનને રદ્દ કર્યો  નથી તેઓએ લોકતંત્રને તાનાશાહમાં બદલવા માટે એક ગણતંત્રના સંવિધાનનો ઉપયોગ કર્યો.

 

(4:39 pm IST)