Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

વધુ એક શાળાના વોશરૂમમાંથી વિદ્યાર્થીની લાશ મળી

કર્ણાટકમાં બનેલી આ ઘટનામાં પોલીસને સ્કૂલના વાઇસ પ્રિન્સિપાલ અને અન્ય ચાર સ્ટાફ મેમ્બર પર શંકા

બેન્ગલોર તા ૨૬ : શનિવારે બેન્ગલોરથી લગભગ ૨૩૧ કિલોમીટર દુર કોડાગુ જીલ્લામાં આવેલ ટોચની મિલિટરી સ્કુલના વોશરૂમમાંથી ૧૪ વર્ષના સ્ટુડન્ટની લાશ મળી આવી હતી. કડાગુની સૈનિક સ્કુલમાં નવમાં ધોરણમાં ભણતા આ સ્ટુડની હત્યા કરવામાં આવી હતી.

પોલીસે હત્યાનો  કેસ નોંધ્યો છેે પોલીસને ેસ્કુલના વાઇસ પ્રિન્સિપાલ અને અન્ય ચાર સ્ટાફ-મેમ્બર પર શંકા છે. ટીનેજરની હત્યા પહેલા એ જ  સ્કુલમાં સ્પોર્ટસ કોચ તરીકે કામ કરતા તેના પપ્પાએ કેટલાક શિક્ષકો દ્વારા તેમના દીકરાને સતાવવામાં આવતો હોવાની ફરિયાદ કરી હતી સ્કુલના વાઇસ પ્રિન્સિપાલે ટીનેજરના પપ્પાની ફરીયાદને અવગણી કાઢી હતી હત્યા થઇ એ પહેલા જ એક ટીચરે સ્કુલમાં અશિસ્તતા દાખવવા બદલ ટેનેજરને સમજાવ્યો હતો અને સાંજે સ્કુલના વોશરૂમમાં તે બેભાન મળી આવ્યો હતો અને તેને હોસ્પિટલમાં લઇ જવાયો હતો.

રવિવારે રાત્રે ટીનેજરના પરિવાર અને તેમના ગામના લોકોએ સ્ટુડન્ટની બોડી જયાં રાખવામાં આવી હતી એ હોસ્પિટલની બહાર વિરોધ પ્રદર્શન કર્યુ હતું.

ટીનેજરના પરિવારે જણાવ્યું હતું કે સ્કુલના અધિકારીઓ સ્થાનીક પોલીસને જાણ કર્યા વિના જ તેના મૃતદેહ ને સરકારી હોસ્પિટલમાં લઇ ગયા હતા.

(3:45 pm IST)