Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

GSTના દરોને તર્કસંગત બનાવવા તૈયારી

ર૮ ટકામાં સામેલ કેટલીક ચીજો અને સેવાઓની સમીક્ષા થશેઃ ૧૯ જુલાઇએ વીડીયો કોન્ફરન્સીંગ દ્વારા થશે કાઉન્સીલની બેઠક

નવી દિલ્હી તા. ર૬ :.. જીએસટીને એક વર્ષ પુરૂ થયા પછી બીજા વર્ષે પણ સરકાર જુદી જુદીવસ્તુઓ અને સેવા પર ટેક્ષના દર વ્યાજબી બનાવવા ઉપર ધ્યાન આપશે. માનવામાં આવે છે કે આ દિશામાં આગળ વધવા જીએસટી કાઉન્સીલની ૧૯ જૂલાઇએ થનારી બેઠકમાં ર૮ ટકાના ટેક્ષ સ્લેબમાં આવતી કેટલીક વસ્તુઓ તથા સેવાઓ ઉપર સમીક્ષા થશે. આમ થવાથી  આ સ્લેબમાં સામેલ વસ્તુઓની સંખ્યા ઘટશે.

 

સુત્રોએ કહ્યું છે કે જીએસટી કાઉન્સીલની બેઠક ૧૯ જૂલાઇએ વીડીયો કોન્ફરન્સીંગ દ્વારા થશે. ત્યાં સુધીમાં નાણામંત્રી અરૂણ જેટલી પણ સાજા થઇને નાણા મંત્રાલયનો ભાર સંભાળી લેશે અને વીડીયો કોન્ફરન્સથી બેઠકમાં ભાગ લેશે.

સુત્રોએ કહ્યું કે આમ તો બેઠકમાં રીટર્ન પ્રક્રિયા સરળ બનાવવી, રીવર્સ ચાર્જ મીકેનીઝમ જેવા વિવાદીત મુદા પર આગળનો રસ્તો નકકી કરવો અને અત્યાર સુધીમાં જમા થયેલ ટેક્ષનાં ટ્રેડની સમીક્ષા કરવા જેવી બાબતો ચર્ચાશે પરંતુ તેમાં કેટલીક વસ્તુઓ અને સેવાઓ પર જીએસટીના દરોની સમીક્ષા પણ થશે. આ સ્થિતિમાં સીમેન્ટ, પેઇન્ટ અને મનોરંજન સેવામાં આવતી મુવી ટીકીટો પર જીએસટી દર ઓછા કરવા બાબતે ચર્ચાથશે. નોંધનીય છેકે ઉદ્યોગ જગત આ ઉત્પાદનો પર જીએસટી ઘટાડવાની માગ કરી શકે છે. જો કે ઓફીસીયલી આ બાબતે કંઇ કહેવામાં નથી આવ્યું.

સુત્રોએ કહ્યું કે કાઉન્સીલ કુદરતી ગેસ અને એટીએફને જીએસટીમાં લાવવા માટે વિચાર વિમર્શ  કરી શકે છે. જો કે આ બંને ઉત્પાદનોને જીએસટીમાં લેવા સરળ નહીં હોય. (પ-૧૦)

(11:29 am IST)