Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

લોકસભા ચૂંટણીમાં બીજેપીનો સાથ આપશે શિયા મુસલમાનોનું સંગઠન 'RSS'

બીજેપીને છોડીને બીજી એકપણ પાર્ટી શિયા મુસલમાનોના હિતોનો સારસંભાળ લેતી નથી

નવી દિલ્હી તા. ૨૬ : વર્ષ ૨૦૧૯માં થનાર લોકસભા ઈલેકશનમાં રાષ્ટ્રીય શિયા સમાજ (RSS)એ ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ને સાથ આપવાની જાહેરાત કરી છે. આરએસએસના અધ્યક્ષ ભાજપા વિધાન પરિષદ સભ્ય બુક્કલ નવાબે જણાવ્યું કે, શિયા મુસલમાન આવનાર લોકસભા ઈલેકશનમાં બીજેપી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાથ આપશે. અમે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણના પક્ષમાં છીએ.

નવાબે જણાવ્યું કે, બીજેપીને છોડીને બીજી એકપણ પાર્ટી શિયા મુસલમાનોના હિતોનો સારસંભાળ લેતી નથી. આ કારણે અમે ૨૦૧૯માં બીજેપી અને મોદીને સાથ આપીશું.

બીજેપીના સહયોગ કરવા વિશે પૂછવા પર નવાબે કહ્યું કે, પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની કોશિશના કારણે જ લખનઉમાં  શિયા મુસલમાનોના જૂલૂસ પર લાગેલ ૨૦ વર્ષનો પ્રતિબંધ ખત્મ થયો હતો.

બુક્કલ નવાબે કહ્યું કે, બીજેપીએ જ કેન્દ્રિય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી, પ્રદેશના રાજયમંત્રી મોહસિન રજા, રાષ્ટ્રીય લઘુમતિ આયોગના અધ્યક્ષ ગયૂરૂલ હસન, ઉત્ત્।ર પ્રદેશના લઘુમતિ આયોગના અધ્યક્ષ હેદર અબ્બાસ જેવા શિયા મુસલમાનોને મહત્વના પદ આપ્યા છે.

નવાબે આરોપ લગાવ્યો કે, પ્રદેશની ભૂતપૂર્વ સરકારો સપા અને બસપાએ શિયા મુસ્લિમોને હેરાન કર્યા. બસપા પ્રમુખ માયાવતીના રાજમાં તેમને પોતાને જ જેલમાં નાંખી દેવામાં આવ્યા હતા. જયારે સપા શાનકાળમાં તેમના નેતા આજમ ખાને શિયા સમુદાયને હેરાન કરવાની બધી જ કોશિશો કરી હતી. અન્ય રાજકીય પાર્ટીઓનું વલણ જોતા શિયા સમુદાયે આ વખતે ભાજપનો સાથ આપવાનું સુનિશ્યિત કર્યું છે.

૨૦૧૬માં રચના કરવામાં આવેલ પોતાના સંગઠનનું શોર્ટમાં આરએસએસ નામ રાખવા પાછળનું કારણ પૂછતા બુક્કલ નવાબે જણાવ્યું કે, આ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો જ એક અવતાર છે.

આ વચ્ચે, ઓલ ઈન્ડિયા શિયા પર્સનલ લો બોર્ડના પ્રવકતા મૌલાના સાસૂબ અબ્બાસે આવનાર લોકસભા ઈલેકશનમાં શિયા મુસ્લિમો દ્વારા બીજેપીને સાથ આપવાના બુક્કલ નવાબના નિવેદન પર કહ્યું કે, તેઓ આ વિશે કંઈ બોલવા માંગતા નથી. આ એક સંવેદનશીલ મામલો છે. તેઓ ઉલેમાઓ પાસેથી સલાહ-સૂચનો લઈને જ કંઈક કહેશે.

જયારે શિયા ધર્મગુરૂ મૌલાના કલ્બે જવ્વાદે કહ્યું કે, બુક્કલ નવાબ અને તેમના સાથીઓએ જે નિર્ણય કર્યો છે, તે તેમની વ્યકિતગત વિચારસરણી છે. શિયા સમાજે વર્ષ ૨૦૧૯ના લોકસભા ઈલેકશનમાં કઈ પાર્ટીને સમર્થન આપવું તેનો હજું સુધી નિર્ણય લેવામાં આવ્યો નથી. તેમને કહ્યું કે, ઉલેમાઓ સાથે બેસીને સલાહ-સૂચન પછી આ વિશે કોઈ નિર્ણય લેવામાં આવશે.(૨૧.૬)

(10:02 am IST)