Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

કર્ણાટક: સૈનિક સ્કૂલના બાથરૂમમાંથી મળી વિદ્યાર્થીની લાશ:હત્યાની આશંકા

પરિવારજનોએ હોસ્પિટલની સામે છોકરાનો મૃત દેહ મુકી વિરોધ પ્રદર્શન કર્યુ

બેંગ્લુરુ : કર્ણાટકના કોડાગુ જિલ્લાના સૈનિક સ્કુલના બાથરૂમમાંથી 9માં ધોરણના એક વિદ્યાર્થીની લાશ મળી આવી છે મૃતક વિદ્યાર્થીની લાશ બાથરૂમમાં મળી આવતા પરિવારજનોનો આક્ષેપ છે કે, છોકરાની હત્યા કરવામાં આવી છે.

વિદ્યાર્થીના  પરિવારજનોએ હોસ્પિટલની સામે છોકરાનો મૃત દેહ મુકી વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. તેમજ આરોપ લગાવ્યો હતો કે તેને કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર વિદ્યાર્થીના મૃતદેહને સરકારી હોસ્પિટલમાં મોકલી દીધો હતો.  

(12:00 am IST)