Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

૧૮મી સદીના મૈસુરના શાસક ટીપુ સુલતાનની તલવાર ૧.૪ કરોડ પાઉન્‍ડમાં વેંચાઇ

તલવારની હરરાજીએ ભારતીય વસ્‍તુની હરરાજીના તમામ રેકોર્ડ તોડી નાંખ્‍યા

નવી દિલ્‍હી તા. ૨૬ : મૈસુરના શાસક ટીપુ સુલતાનની તલવારની હરરાજી ૧.૪ કરોડ પાઉન્‍ડમાં થઇ છે.૧૮મી સદીના મૈસુરના શાસક ટીપુ સુલતાનની બેડચેમ્‍બર તલવારની UKમાં હરાજી કરવામાં આવી છે. તલવારની હરાજીએ ભારતીય વસ્‍તુની હરાજીના તમામ રેકોર્ડ તોડી નાખ્‍યા છે. તે આ સપ્તાહના ઈસ્‍લામિક અને ભારતીય કલા વેચાણમાં ૧.૪ કરોડ પાઉન્‍ડ (GBP)માં વેચાઈ છે.

બોનહેમ્‍સના ઈસ્‍લામિક અને ભારતીય કલાના વડા અને હરાજી કરનાર ઓલિવર વ્‍હાઈટે મંગળવારે વેચાણ પહેલા એક નિવેદનમાં જણાવ્‍યું હતું કે ભવ્‍ય તલવાર ટીપુ સુલતાનના તમામ શષાોમાંથી શ્રેષ્ઠ છે જે હજુ પણ ખાનગી હાથમાં છે.

૧૭૮૨-૧૭૯૯ સુધી શાસન કરનાર ટીપુ સુલતાનની તલવારને ‘સુખેલા' કહેવામાં આવે છે - શક્‍તિનું પ્રતીક. તલવાર સ્‍ટીલની છે અને તેના પર સૌનાની ઉત્‍કળષ્ટ કોતરણી છે. તે ટીપુ સુલતાનની ખાનગી ચેમ્‍બરમાંથી મળી આવી હતી.

(3:54 pm IST)