Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

ચીને ઉત્તરાખંડમાં LAC નજીક સેકડો ગામ વસાવી લીધા

દરેક ગામમાં ૨૫૦ જેટલા ઘર બાંધવામાં આવી રહ્યા છે, ભારત સામે મોટો પડકાર

નવી દિલ્‍હી : ચીન દ્વારા ભારતની સામે નિતનવા પડકારો ઊભા કરવામાં આવતા રહે છે અને ભારતની ભૂમિમાં ગેરકાયદેસર રીતે ઘૂસી જઈને બાંધકામ કરવાની પ્રવળત્તિ ચીન દ્વારા ચાલુ જ રાખવામાં આવી છે અને નવા અહેવાલ મુજબ ઉત્તરાખંડ સાથે જોડાયેલ એલએસી થી ફક્‍ત ૧૧ કિ.મી. દૂર સેંકડો  ગામડા વસાવી લેવામાં આવ્‍યા છે. સરહદી વિસ્‍તારોમાં ખુલ્લેઆમ ચીન દ્વારા ભારતને પડકાર ફેકવામાં આવી રહ્યો છે.

અહેવાલમાં એવી  આપવામાં આવી છે કે આ સરહદી ગામોમાં દરેક પ્રકારની સુવિધા ઉભી કરવામાં આવી રહી છે અને દરેક ગામમાં ૨૫૦ થી વધુ ઘર બનાવવામાં આવી રહ્યા છે. એજ રીતે ઉત્તરાખંડ સાથે જોડાયેલ એલએસી થી ૩૫ કિલોમીટર દૂર ૫૦ થી ૬૦ જેટલા ઘર ચીન દ્વારા ઊભા કરી લેવામાં આવ્‍યા છે અને ભારતની ભૂમિમાં ગેરકાયદે બાંધકામ કરવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે ચીન સાથે ઉત્તરાખંડ ૩૫૦ કિ.મી.ની બોર્ડર ધરાવે છે અને સરહદી ગામોમાંથી મોટા પાયા હિજરત પણ થઈ જાય છે કારણ કે જીવન જરૂરી ચીજો મેળવવા માટે લોકો હિજરત કરે છે.

જોકે ભારતે ચીનની સામે વળતો પ્રહાર કરવાની યોજના પણ બનાવી છે અને છ  કિ.મી. લાંબી ટનલ બનાવવા મા આવશે તેવી જાહેરાત કરી છે અને એમ કરીને ચીનની નકારાત્‍મક પ્રવળત્તિ ની સામે ભારતે જોરદાર મુકાબલો કરવાનો છે.

ગુપ્તચર તંત્ર દ્વારા એવી માહિતી આપવામાં આવી છે કે ચીન દ્વારા ઉત્તરાખંડ સાથે જોડાયેલ સીમા પાસે જે નવાગામ બનાવવામાં આવી રહ્યા છે તેનો કંટ્રોલ ચીનની સેનાના હાથમાં જ છે અને તેના સુપર વિઝન હેઠળ જ આ બાંધકામની પ્રવળત્તિ વધારવામાં આવી છે.

 

(3:48 pm IST)