Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

દુનિયામાં વધુ એક ખતરો, હવે પોવાસન નામનો વાયરસ તબાહી મચાવશે, અમેરિકામાં એકનું મોત

નિષ્‍ણાતોએ કહ્યું છે કે ટીકસ નામના જંતુના કરડવાથી મહામારી ફેલાય છે, દુનિયાને ચેતવણી અપાઈ

નવી દિલ્‍હીઃ દુનિયામાં અલગ અલગ પ્રકારના વાયરસ  સામે આવી રહ્યા છે જે માનવ જાત માટે ઘાતક બની રહ્યા છે અને સૌથી મોટી ચિંતાની બાબત છે કે કેટલાક વાયરસનો ઉપાય વૈજ્ઞાનિકો પાસે છે તો કેટલાકનો નથી ત્‍યારે હવે દુનિયાની સામે એક નવું જોખમ ઊભું થઈ શકે છે.

હવે પોવાસન નામના વાયરસ નો ખતરો પેદા થઈ ગયો છે અને દુનિયાભરના આરોગ્‍ય નિષ્‍ણાંતો ચિંતામાં મુકાયા છે કારણ કે આ  વાયરસને કારણે અમેરિકામાં એક મળત્‍યુ નોંધાયું છે. નિષ્‍ણાતો એ એવી માહિતી આપી છે કે ટીકસ નામના જંતુના કરડવાથી મહામારી ફેલાય છે અને આ જંતુને વુડચક પણ કહેવામાં આવે છે.

તબીબોએ  એમ કહ્યું છે કે ઉપરોક્‍ત નવા વાયરસને પગલે અમેરિકામાં ચિંતા ફેલાયેલી છે કારણ કે અમેરિકામાં દર વર્ષે ૨૫થી વધુ લોકો આ નવા વાયરસનો ભોગ બને છે અને તેની સારવાર હજુ પણ શોધી શકાય નથી.

અમેરિકા ઉપરાંત કેનેડા અને રશિયામાં પણ કેટલાક લોકોમાં આ નવા વાયરસ મળી આવ્‍યા છે અને તંત્રને ચેતવણી આપી દેવામાં આવી છે આ વાઇરસ લાગુ પડવાથી સખત તાવ ઉલટી અને ભયંકર નબળાઈ આવે છે.

તબીબોએ એવી ચિંતા પણ વ્‍યક્‍ત કરી છે કે આ નવા વાયરસ ની કોઈ દવા હજુ સુધી શોધી શકાય નથી કે કોઈ રસી પણ તેના માટે હજુ મળી નથી પરંતુ દરેક દેશમાં આ નવા વાઇરસની સામે જાગળતિ જરૂરી છે.

(3:45 pm IST)