Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

દેવામાં ડુબી રહ્યા છે દુધના ધંધાર્થીઓઃ તબેલાનો ધંધો બંધ થવાના આરે

દૂધના ભાવમાં નામનો વધારો, જ્‍યારે ચારાના ભાવમાં ચારગણો વધારો મોટામવામાં પિતાને પતાવી દેનારા પુત્ર ધર્મેશ પરમારની તાલુકા પોલીસે કરી ધરપકડ

ઝડપથી વધી રહેલી મોંઘવારી વસઇ-વિશરમાં દૂધના ધંધા પર ખરાબ અસર કરી રહી છે. અહીંના દૂધના ધંધાર્થીઓ દેવામાં ડૂબતા જાય છે અને સરકાર પાસેથી મદદની આશા રાખી રહ્યા છે. તેબલા સંચાલકોનું કહેવુ છે કે, મોંઘવારીએ તો પહેલેથી  કમર ભાંગી નાખી છે, જે ભેંસ પહેલા ૬૦ થી ૭૦ હજારમાં મળતી હતી તેની કિંમત અત્‍યારે ૧ લાખથી ઉપર છે. પશુઓના ચારાના ભાવ ૧૦ વર્ષમાં ૪ ગણા વધી ગયા છે. પહેલા કર્મચારી ૬ હજાર રૂપિયા પ્રતિમાસમાં કામ કરતા હતા પણ અત્‍યારે ૧૫ હજાર આપવા છતા કર્મચારી નથી મળતા. અન. દૂધના ભાવમાં નામ માત્રાનો વધારો થયો છે.

પ્રાઇવેટ કંપની દ્વારા અપાતી જાહેરાત ‘‘ખુલા દુધ સંક્રમિત હૈ, કૃપયા બંધ દૂધ કા ઇસ્‍તેમાલ કરે'' ના પ્રચારની પણ તેમના ધંધા પર અસર પડી રહી છે પણ અમારૂ કોઇ સાંભળવા વાળુ નથી. પરિસ્‍થિતી એવી થઇ રહી છે કે અમારે દૂધનો ધંધો બંધ કરવો પડે. અમારી નવી પેઢી આ ધંધો કરવા તૈયાર નથી. અમે આ કામ જ કર્યું છે. જેટલા પશુ પહેલા હતા તેનાથી અડધા જ રહ્યા છે. એટલે જ્‍યાં સુધી ચાલે છે ત્‍યાં સુધી ગમે તેમ કરીને ચલાવી રહ્યા છીએ.

વિંધ્‍યવાસિની ડેરીના માલિક પ્રેમ સાગર તિવારીએ કહ્યું કે મહાનગરપાલિકા અમને હેરાન કરે છે પડતર પણ કાઢવી મુશ્‍કેલ બની ગઇ છે. બસ અત્‍યારે જે કરજ છે તેમાંથી કઇ રીતે મુક્‍ત થઇ જવાય તો ઘણું. અજીત ડુેરીના માલિક મનોજ કુમાર તિવારીનું કહેવું છે કે ચારાનો ભાવ આસમાને છે પણ દૂધના ભાવમાં ખાસ વધારો નથી થયો. સરકારે આ વ્‍યવસાય પર ધ્‍યાન દેવાની જરૂર છે. નહીંતર આગામી દિવસોમાં આ ધંધો સાવ બંધ થઇ જશે.

રાધાકૃષ્‍ણા ડેરીના માલિક રાજેન્‍દ્ર યાદવે કહ્યું કે આર્ટીફીશયલ દૂધના ભાવ ઓછા છે પણ તબેલાનું દૂધ મોંઘુ પડે છે. મુંબઇના લોકોને તાજુ દૂધ મળે એટલા માટે સરકારે આરે કોલોનીમાં તબેલાવાળાઓને સુવિધા ઉપલબ્‍ધ કરાવી હતી જે હવે બંધ થઇ ગઇ છે. સરકાર અમારી પાસે કોર્મશીયલ રૂપે ટેક્ષ વસૂલ કરે છે. જ્‍યારે અમે કૃષિમાં આવીએ છીએ. સરકારે અમને કૃષિ પ્રમાણેની સુવિધાઓ આપવી જોઇએ. આર્ટીફીશ્‍યલ દૂધ વેંચનારી કંપનીઓ ઉઠાવી રહી છે.

 

(11:50 am IST)