Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

આશીષે આસામમાં રહેનારી રૂપાલી બરૂઆ સાથે લગ્ન કર્યાં

આશીષ વિદ્યાર્થીએ ૬૦ વર્ષની ઉંમરે કર્યાં બીજા લગ્ન

મુંબઇ,તા. ૨૬ : બોલિવૂડ ઈન્‍ડસ્‍ટ્રીમાં પોતાના વિલનના પાત્રોથી જાણીતા થયેલા આશીષ વિદ્યાર્થી ને લઈને એક મોટા સમાચાર સામે આવ્‍યા છે. હકિકતે આશીષે ૬૦ વર્ષની ઊંમરે લગ્ન કરી લીધા છે. આશીષે આસામમાં રહેનારી રુપાલી બરુઆ સાથે લગ્ન કર્યાં છે. રુપાલીએ એક ફેશન ડિઝાઈનર છે. આ કપલે ગુરુવારે ૨૫મેના રોજ પોતાના નજીકના લોકોની હાજરીમાં કોર્ટમાં લગ્ન કર્યા. નોંધનીય છે કે આશીષના આ બીજા લગ્ન છે. તેમની પહેલી પત્‍નીનું નામ રાજોશી વિદ્યાર્થી છે. આ લગ્નથી બન્નેને એક બાળક પણ છે.

એક્‍ટર આશીષે ગુરુવારે ૨૫ મેના કોલકાતામાં લગ્ન કર્યા. લગ્નમાં તેમના ખૂબ જ નજીકના મિત્ર અને પરિવારના લોકો જ સામેલ થયા. રિપોર્ટ્‍સ પ્રમાણે લગ્ન બાદ આશીષ એક ગ્રાન્‍ડ રિસેપ્‍શન હોસ્‍ટ કરશે. રુપાલી વિશે વાત કરીએ તો તે આસામની ફેશન અને ફિલ્‍મ ઈન્‍ડસ્‍ટ્રી સાથે જોડાયેલી છે. આ સિવાય તેનું એક ફેશન સ્‍ટોર પણ છે, જેને તે પોતે ચલાવે છે.

આશીષ અને રુપાલીની તસવીરો સોશિયલ મીડિયામાં આવતા જ વાયરલ થઈ ગઈ છે. ચાહકો આ તસવીર પર રિએક્‍ટ કરી રહ્યા છે. જણાવવાનું કે, આશીષ ૧૧દ્મક વધારે ભાષાઓની ફિલ્‍મોમાં કામ કરી ચૂક્‍યા છે. લોકો તેમને વિલન તરીકે વધારે ઓળખે છે. ઈ-ટાઈમ્‍સના રિપોર્ટ પ્રમાણે આશીષે આ અવસરે કહ્યું કે ‘અરે, તે એક લાંબી સ્‍ટોરી છે, પછી ક્‍યારેક જણાવીશ.'

આ પ્રશ્ન પર રુપાલીએ કહ્યું કે, ‘અમે થોડોક સમય પહેલા જ મળ્‍યા હતા અને અમે અમારા સંબંધને આગળ લઈ જવા વિશે નિર્ણય લઈ લીધો. અમે બન્ને ઈચ્‍છતા હતા કે અમારા લગ્ન ખૂબ જ સાદગીથી થાય.' આશીષ અને રુપાલીની તસવીરો સોશિયલ મીડિયા પર આવતાં જ વાયરલ થઈ ગઈ છે. ચાહકો આ તસવીરો પર રિએક્‍ટ કરી રહ્યા છે. જણાવવાનું કે આશીષે એક્‍ટ્રેસ રાજોશી વિદ્યાર્થી સાથે લગ્ન કર્યા હતા. રાજોશી જાણીતી એક્‍ટ્રેસ, સિંગર અને થિએટર આર્ટિસ્‍ટ રહી ચૂકી છે.

આશીષની ફિલ્‍મો વિશે વાત કરીએ તો તેમને ફિલ્‍મ ‘દ્રોહકાલ' માટે બેસ્‍ટ સપોર્ટિંગ એક્‍ટર કેટેગરીમાં નેશનલ એવોર્ડ મળી ચૂક્‍યો છે. તે બાજી, નાજાયઝ, જીત, ભાઈ, હસીના માન જાએગી, અર્જુન પંડિત, જાનવર, દૌડ, મેજર સાબ, સોલ્‍જર, વાસ્‍તવ, બાદલ, રિફયૂજી, એક ઔર એક ગ્‍યાર, એલઓસી કારગિલ, કહો ના પ્‍યાર હૈ, બિચ્‍છૂ, જોરૂ કા ગુલામ, જાલ, કિસ્‍મત, શિકાર, જિમ્‍મી, રક્‍તચરિત્ર, બર્ફી, રાજકુમાર, હૈદર, અલીગઢ અને બેગમ જાન જેવી ફિલ્‍મોમાં જોવા મળી ચૂક્‍યા છે.

રાષ્ટ્રીય પુરસ્‍કાર વિજેતા અભિનેતા આશિષ વિદ્યાર્થી માત્ર બોલિવૂડમાં જ નહીં

પરંતુ તેલુગુ,તમિલ, કન્નડ, મલયાલમ ફિલ્‍મોમાં પણ અભિનય કરીને મોટી કમાણી કરે છે.  અહેવાલો અનુસાર આશિષ વિદ્યાર્થીની નેટ વર્થ લગભગ રૂ. ૮૨ કરોડ છે. તેઓ એક ફિલ્‍મમાં કામ કરવા માટે ૨૫ લાખથી ૧ કરોડ રૂપિયા ચાર્જ કરે છે.  તેણે અત્‍યાર સુધીમાં ૧૧ અલગ-અલગ ભાષાઓમાં લગભગ ૩૦૦ ફિલ્‍મોમાં કામ કર્યું છે.

આશિષ વિદ્યાર્થીએ પહેલા લગ્ન ભૂતકાળની અભિનેત્રી શકુંતલા બરૂઆની પુત્રી રાજોશી

 બરૂઆ સાથે કર્યા હતા. હવે ૬૦ વર્ષની ઉંમરે બીજા લગ્ન કર્યા બાદ તેણે કહ્યું કે જીવનના આ તબક્કે રૂપાલી સાથે લગ્ન કરવું એ એક અસાધારણ લાગણી છે.  લગ્ન આજે ૨૫ મે, ગુરુવારે એક સાદા સમારંભમાં થયા હતા, જેમાં માત્ર થોડા નજીકના લોકો જ હાજર હતા.

(11:30 am IST)